મોરબી : સીરામીક કારખાનાની ઓરડીમાં પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના એક સીરામીક કારખાનાની ઓરડીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 2ના રોજ મોરબીના ઘુટુ રોડ પર સનગોલ્ડ સીરામીકની ઓરડીમા રાકેશભાઇ રઘુભાઇના પત્ની ઇશાબેને (20 વર્ષીય) રસી વડે કોઇપણ કારણોસર ગળેફાંસો ખાઇ લીધો હતો. મૃતકનો લગ્ન ગાળો આશરે 1 વર્ષનો છે. તથા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. હાલમાં પોલીસ દ્વારા ઈશાબેનના આપઘાતનું કારણ જાણવા અને બનાવ અંગે વધુ તપાસ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate