મોરબીને રાજ્યકક્ષાએ ગૌરવ અપાવતા પાયલ પાડલીયા, એમડી પેથોલોજીમાં મેળવ્યો ગોલ્ડ

- text


સખત પરિશ્રમથી અતિ કઠિન એવી પરીક્ષામાં મેળવી જ્વલંત સફળતા : ઠેર ઠેરથી અભિનંદનવર્ષા

મોરબી : મોરબીના પાયલ પાડલીયાએ રાજ્યકક્ષાએ સમગ્ર મોરબી પંથકનો ડંકો વગાડ્યો છે. નામાંકિત એવી ગુજરાત યુનિવર્સિટીમાં તેઓએ એમડી પેથોલોજીમાં પ્રથમ ક્રમ હાંસલ કરી પરિવાર તેમજ સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે.

મોરબીના કિશાન જવેલર્સ વાળા નાનજીભાઈ ભગવાનજીભાઈ પાડલીયા અને લલિતાબેન નાનજીભાઈ પાડલીયાના સુપુત્રી પાયલ પાડલીયાએ ગુજરાત યુનિવર્સિટીની એમડી પેથોલોજી 2020ની પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. તેઓએ સખત પરિશ્રમથી કઠિન એવી એમડી પેથોલોજીની પરીક્ષા ઉત્તીર્ણ તો કરી સાથે યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પણ મેળવ્યું છે.

- text

તેઓની આ સિદ્ધિ બદલ તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે. અને તેઓ તબીબી ક્ષેત્રે ઉચ્ચ કારકિર્દી ઘડી લોકોની સેવામાં હમેશા અગ્રેસર રહે તેવી સ્નેહીજનો તરફથી શુભકામનાઓ મળી રહી છે.

- text