મોરબી અને વાંકાનેરમાં ત્રણ બાયોડિઝલના પંપ સિઝ કરતું પુરવઠા તંત્ર

- text


19.65 લાખની કિંમતનો બાયોડીઝલનો જથ્થો કબ્જે કરાયો

મોરબી : રાજ્યભરમાં મંજૂરી વગર ધમધમતા બાયોડિઝલના પંપ ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે. ત્યારે મોરબી અને વાંકાનેરમાં પણ પુરવઠા વિભાગ દ્વારા ત્રણ પંપ ઉપર દરોડા પાડીને તેને સિઝ કરાયા છે. સાથે રૂ.19.65 લાખનો બાયોડીઝલનો જથ્થો સિઝ પણ કરવામાં આવ્યો છે.

- text

મોરબી જિલ્લા પુરવઠા અધિકારી શ્વેતા પટેલ, નાયબ મામલતદાર પાલિયા સહિતની પુરવઠા ટિમ દ્વારા સ્થાનિક મામલતદારને સાથે રાખી આજે બાયોડીઝલના પંપ ઉપર રેઇડ પાડવામાં આવી હતી. જેમાં વાંકાનેરના ભલગામ નજીક આવેલ ગુજરાત બાયોડિઝલ પંપમાંથી રૂ.2.87 લાખ અને મોરબીના રંગપર ગામ નજીક આવેલ સુધા ઓર્ગેનિક ઓઈલમાંથી રૂ. 12.91 લાખ તેમજ વાંકાનેર પ્રાંત દ્વારા વાંકાનેર હાઇવે ઉપર આવેલ મહાવીર બાયોડિઝલ પંપમાંથી રૂ. 3.87 લાખ મળી કુલ રૂ. 19.65 લાખનો બાયોડિઝલનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે ત્રણેય પંપને સિઝ કરી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે મોરબી પેટ્રોલ ડીલર્સ એસોસિએશને તંત્રને વારંવાર રજૂઆતો કરી હતી. તેઓના જણાવ્યા મુજબ જિલ્લામાં 26 જેટલા બાયોડિઝલ પંપ કાર્યરત છે. જો કે બાકીના પંપ સંચાલકો ટાંકીઓ ખાલી કરીને નીકળી ગયા છે.

 

- text