હળવદના નવા વેગડવાવ ગામે અંગત અદાવત મામલે યુવાનને માર માર્યો

- text


હળવદ : હળવદમાં ભાગીદારીમાં નાખેલી પાઇપ લાઈન તૂટી જવા મામલે ભાગીદારો બાખડયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના નવા વેગડવાવ ગામે રહેતા હેમુભાઇ ટપુભાઇ કણજરીયા (ઉવ ૪૫) એ આરોપી મનસુખભાઇ ગોરધનભાઇ કોળી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૯ ના રોજ સવારના નવેક વાગ્યાના સુમારે આરોપી તથા ફરીયાદીએ ભાગમા ખાઇ ખોદી પાઇપ લાઇન નાખેલ હોય અને આરોપીની પાઇપ લાઇન તૂટી ગયેલ હોય જે લાઇન રીપેરીગ કરવા ફરીયાદીએ આરોપીને કહેતા આરોપીને સારૂ નહી લાગતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી લાકડાના ધોકાથી શરીરે આડેધડ મારી ડાબા હાથમા ફેકચર કરી તથા ડાબા પગમા તથા શરીરના અન્ય ભાગમા મુઢ ઇજા કરી ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text