મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાના પ્રશ્ને યુવાન ઉપર છરી વડે હુમલો

ચાર શખ્સોએ હુમલો કર્યાની એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર ઘર પાસે ગાળો બોલવાના પ્રશ્ને માથાકૂટ થયા બાદ ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ યુવાન પર છરી તથા ધોકા વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે આ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લીલાપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા નજીક રહેતા અફઝલશા હુશૈનશા શાહમદાર (ઉ.વ.28) નામના યુવાને આરોપીઓ ભરત કાળુંભાઈ ગોગરા, જીગર ઉર્ફે જીગલો જીલુભાઈ ગોગરા, લાલો જીલુભાઈ ગોગરા, અલ્તાફ અકબરભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે આરોપીઓ ફરિયાદીના ઘર પાસે ગાળો બોલતા હોવાથી ફરિયાદીએ ગાળો બોલવાની ના પડતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી યુવાન ઉપર ધોકા તથા છરી વડે હુમલો કર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારીને ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે ચારેય આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate