મોરબી સીરામીક એસોસીએશન દ્વારા ઉદ્યોગકારોને એક્સપોર્ટ અંગે માર્ગદર્શન આપવા વેબિનારનું આયોજન

મોરબી : કોરોના મહામારીને કારણે વિશ્વના અનેક દેશમાં લોકડાઉન વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા હતા. જો કે હવે વેપાર ધંધા ફરી ધમધમવા લાગ્યા છે અને તેનો ફાયદો મોરબીના સીરામીક ઉદ્યોગને થઈ રહ્યો છે. મોરબીના સિરામીક ઉદ્યોગના માલનું હાલ અનેક દેશમાં એકસપોર્ટ (નિકાસ) પણ ખુબ જ વધી રહ્યુ છે. ત્યારે ફોરેનથી આવતા પેમેન્ટમાં વધુમા વધુ સારો ભાવ કેવી રીતે લઇ શકાય તેમજ તેમા રીસ્ક કેવી રીતે ઘટાડી શકાય તેમજ તેમા ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરી શકાય તે અંગે જાણકારી ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ માટે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા સીરામીક ઉદ્યોગકારો માટે આગામી 8 ઓક્ટોબરના રોજ સાંજે 4-30 થી 6 વાગ્યા સુધી ઓનલાઇન સેમિનારનુ આયોજન કર્યું છે. જેમાં ફોરેકસ અને રેટ્સ અંગે સજલ ગુપ્તા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ વેબિનારમાં જોડવવા https://bit.ly/3kOpbU6 લીંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ વેબિનારમાં મર્યાદીત સીટ જ ઉપલબ્ધ હોય, આથી ‘વહેલા તે પહેલા’ના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવા સીરામિક એસોના વિટ્રીફાઈડ ડિવિઝનના પ્રમુખ મુકેશ ઉઘરેજા, વોલ ટાઇલસ ડિવિઝનના પ્રમુખ નિલેશ જેતપરિયા, ફ્લોર ડિવિઝન પ્રમુખ કિશોર ભાલોડિયા, સેનેટરી વેર ડિવિઝન પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate