મોરબી જિલ્લામાં નિયમભંગ બદલ વિવિધ કલમો હેઠળ રીક્ષા, કાર અને બાઇક સહિતના વાહનો ડિટેઇન કરાયા

- text


મોરબી : છેલ્લા પખવાડિયાથી મોરબી જિલ્લામાં કોવિડ-૧૯ અંતર્ગત લાગુ થયેલી ગાઈડલાઇન્સનો ભંગ કરવા સહિત આરટીઓ અન્ય નિયમોના પણ ભંગ કરવા બદલ વાહન ચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી આરંભી છે. ગઈ કાલે મંગળવારે પણ જિલ્લામાં ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત કરવામાં આવેલી કાર્યવાહી દરમ્યાન રીક્ષા ચાલકો, પેસેન્જર ફોર વ્હિલ ચાલકો અને બાઇકસવારો ટ્રાફિકના નિયમન ભંગ બદલ દંડાયા હતા અને તેઓના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના ગ્રીન ચોક પાસે જાહેર રોડ પર બેફિકરાઈથી એકટીવા બાઈક ચલાવવા બાબત એક સામે, પૂનમ કેસેટ ચોક પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે સીએનજી રીક્ષા પાર્ક કરવા બદલ 2 રીક્ષા ચાલક સામે તથા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં માળીયા ફાટક પાસેથી પાંચ પેસેન્જર બેસાડીને નીકળેલા ઓટોરિક્ષા ચાલક સામે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લાલપર ગામ પાસે રોંગ સાઈડમાં એકટીવા ચલાવવા બાબત એક સ્કૂટરસવાર સામે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ હળવદ હાઈવે રોડ પર ઘુંટુ ગામ નજીક 6 પેસેન્જર બેસાડીને નીકળેલા રીક્ષા ચાલક સામે આઈપીસીની કલમ 188 હેઠળ ગુન્હો નોંધી ઉક્ત તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

જ્યારે માળીયા મીયાણાની નવી મચ્છીપીઠ પાસે માણસની જિંદગી જોખમાય તે રીતે સીએનજી ઓટો રીક્ષા ચલાવવા બદલ એક રિક્ષા ચાલક સામે, માળીયામીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાગડિયા ઝાંપા પાસે સીએનજી રીક્ષા માં છ પેસેન્જર બેસાડીને નીકળતા રીક્ષા ચાલક સામે, ટંકારા પોલીસ સ્ટેશન તાબેના ટંકારા લતીપર ચોકડી પાસે તુફાન વાહન ટ્રાફિકને અડચણરૂપ થાય તેવી રીતે પાર્ક કરવા બદલ તુફાન વાહન ચાલક સામે, સીએનજી રીક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે રાખવા બદલ ત્રણ રીક્ષા ચાલકો સામે વિવિધ કલમો હેઠળ, તથા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક મેસરીયા ચેકપોસ્ટ પાસે ઇકો કારમાં ચારથી વધુ માણસો બેસાડીને નીકળતા કારચાલક સામે, તથા ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નગર નાકા પાસે મારુતિ ઇકો કારમાં ડ્રાઇવર સહિત 6 લોકોને બેસાડીને નીકળતા કાર ચાલક સામે, તથા હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોના નાકા પાસે તે સરાનાકા પાસેથી ચારથી વધુ પેસેન્જર બેસાડીને નીકળતા રીક્ષા ચાલક સામે આઈપીસીની કલમ ૧૮૮ મુજબ ગુનો નોંધીને ઉપરોક્ત તમામ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text