ક્રૂડ પામતેલમાં ૩૫,૯૧૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૭,૯૨૦ ટનના સ્તરે

- text


કપાસ, કોટન, મેન્થા તેલમાં સુધારો: સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ: ચાંદી, બિનલોહ ધાતુઓમાં નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ. ૧૨,૮૭૯.૮૫ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૨૫,૭૨૬ સોદામાં રૂ. ૧૨,૮૭૯.૮૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીના વાયદાઓમાં નરમાઈનો માહોલ હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ એકંદરે ઘટી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો વાયદો જળવાયેલો હતો. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)માં ૩૫,૯૧૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૬૭,૯૨૦ ટનના સ્તરે રહ્યો હતો. સીપીઓનો વાયદો મામૂલી ઘટવા સામે કપાસ, કોટન અને મેન્થા તેલમાં સુધારો હતો.
દરમિયાન, કીમતી ધાતુઓનો સૂચકાંક બુલડેક્સનો ઓક્ટોબર વાયદો ૧૫,૪૫૩ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૫,૪૮૦ અને નીચામાં ૧૫,૩૫૬ના મથાળે અથડાઈ, ૧૨૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે ૧૫૭ પોઈન્ટ ઘટી પ્રથમ સત્રનાં અંતે ૧૫,૪૦૯ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્ર સુધીમાં ૧,૦૭૨ સોદામાં રૂ.૮૮.૯૬ કરોડનાં ૧,૧૫૪ લોટ્સના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૫૮૬ લોટ્સના સ્તરે રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૩૭૦૮૦ સોદાઓમાં રૂ. ૬૮૭૧.૬૪ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૦૫૫૯ ખૂલી, ઊપરમાં રૂ. ૫૦૬૪૦ અને નીચામાં રૂ. ૫૦૧૮૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૨૬ ઘટીને રૂ. ૫૦૩૫૫ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૫૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૦૮૩૩ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૧૨૭ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૮૫ ઘટીને બંધમાં રૂ. ૫૦૨૨૨ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૧૨૦૧ ખૂલી, ઊપરમાં રૂ. ૬૧૪૯૭ અને નીચામાં રૂ. ૬૦૫૩૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૫૬૨ ઘટીને રૂ. ૬૦૯૦૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૧૫૬૦ ઘટીને રૂ. ૬૦૯૦૬ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૧૫૫૬ ઘટીને રૂ. ૬૦૯૧૧ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૩૫૬૨ સોદાઓમાં રૂ. ૨૬૫૧.૦૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૮૭૫ ખૂલી, ઊપરમાં રૂ. ૨૮૯૬ અને નીચામાં રૂ. ૨૮૫૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે કોઈ ફેરફાર વગર રૂ. ૨૮૭૭ના જ સ્તરે બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૫૩૧ સોદાઓમાં કુલ રૂ. ૨૭૬.૬૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૮૦૮૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૮૨૦૦ અને નીચામાં રૂ. ૧૮૦૮૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯૦ વધીને રૂ. ૧૮૧૯૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૭૨.૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે ૧૦ પૈસા ઘટીને બંધમાં રૂ. ૭૭૨.૬ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ. ૯૫૦ ખૂલી, ઊપરમાં રૂ. ૯૫૯.૯ અને નીચામાં રૂ. ૯૪૯.૧ રહી, અંતે રૂ. ૯૫૫.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૩૨.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૩૭ અને નીચામાં રૂ. ૧૦૩૧ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪.૫૦ વધીને રૂ. ૧૦૩૬ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૭૧૮ સોદાઓમાં કુલ રૂ. ૨૮૩૨.૯૫ કરોડ ની કીમતનાં ૫૬૨૪.૨૪૯ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૧૬૩૬૨ સોદાઓમાં કુલ રૂ. ૪૦૩૮.૭૦ કરોડ ની કીમતનાં ૬૬૧.૬૪૨ ટન, ક્રૂડ તેલમાં ૧૭૫૧૪ સોદાઓમાં રૂ. ૮૭૫.૨૭ કરોડનાં ૩૦૪૩૧૦૦ બેરલ્સ, કોટનમાં ૭૩ સોદાઓમાં રૂ. ૪.૨૭ કરોડનાં ૨૩૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૪૦૫ સોદાઓમાં રૂ. ૨૬૯.૬૫ કરોડનાં ૩૫૯૧૦ ટન, મેન્થા તેલમાં ૧૮ સોદાઓમાં રૂ. ૧.૯૬ કરોડનાં ૨૦.૫૨ ટન, કપાસમાં ૩૫ સોદાઓમાં રૂ. ૭૬.૫૪ લાખનાં ૧૪૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૩૯૦.૯૭૨ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૨૧.૦૨૭ ટન, ક્રૂડ તેલમાં ૩૮૦૫ બેરલ્સ, કોટનમાં ૨૯૮૭૫ ગાંસડી, સીપીઓમાં ૬૭૯૨૦ ટન, એલચીમાં ૦.૧ ટન, મેન્થા તેલમાં ૧૧૯.૮૮ ટન અને કપાસમાં ૫૧૨ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૭૭.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૬૮૦ અને નીચામાં રૂ. ૬૩૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૬૬૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૧૩.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૧૨૩.૫ અને નીચામાં રૂ. ૯૯૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦૪૬.૫ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૨૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૨૦૦ અને નીચામાં રૂ. ૯૩૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૯૯૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૯૯૯ ખૂલી, ઊપરમાં રૂ. ૧૨૮૬ અને નીચામાં રૂ. ૯૯૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૯૫.૫ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૮૦.૨ ખૂલી, ઊપરમાં રૂ. ૯૪.૯ અને નીચામાં રૂ. ૮૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮૩.૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૫૭ ખૂલી, ઊપરમાં રૂ. ૧૬૭.૧ અને નીચામાં રૂ. ૧૪૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૫૪.૩ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text