આજે વર્લ્ડ હાર્ટ ડે : મોરબીની સિવીલ હોસ્પિટલ ખાતે હૃદય દિવસની સાદાઈપૂર્વક ઉજવણી કરાઈ

- text


મોરબી : આજે તા. 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે છે. આજે વિશ્વ હદય દિવસ નિમિત્તે મોરબીની સિવીલ હોસ્પિટલના એનસીડી સેલ ઓપીડી ખાતે જનજાગૃતિ બેનર લગાવી હૃદય વિશે હૃદયના દર્દીઓને જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. તેમજ આજના દિવસે હૃદયના બે દર્દીઓને રાજકોટ કાડીયોલોજીસ્ટ સજેસ્ટ આપી રીફર પણ આપવામાં આવેલ છે. આમ, વિશ્વ હૃદય દિવસની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ આ એનસીડી સેલ ઓપીડી ખાતે દૈનિક ૧૫૦ દર્દીઓને તપાસવામાં આવે છે. આ ઓપીડીમાં ડો. હિતેષભાઈ ભદ્રા, ડો. હિમાંશુભાઈ લીખીયા, સોશ્યલ વર્કર હિતેષભાઈ પોપટાણી, કાઉન્સેલર ગૌતમ ચૌહાણ ફરજ બજાવે છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text