કિંમતી સમયનો વ્યય ન કરી ઓનલાઈન શિક્ષણનો લાભ લેવા શિક્ષકનો વિદ્યાર્થીઓના નામે પત્ર

ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે અત્યારે તો સ્કૂલ બંધ છે જ્યારે સ્કૂલ ખૂલશે ત્યારે મહેનત કરી લેશુ પણ કદાચ ત્યારે તે સમય બહુ મોડું થઈ ગયું હશે. : શિક્ષક વિશાલ બરાસરા

મોરબી : મોરબીના વિરપર સ્થિત નવયુગ સંકુલના શિક્ષક વિશાલ બરાસરાએ વિદ્યાર્થીઓના નામે પત્ર લખ્યો છે. આ પત્રમાં કિંમતી સમયનો વ્યય ન કરી ઓનલાઈન શિક્ષણનો લાભ ઉઠાવવાનો વિદ્યાર્થીજોગ સંદેશ પાઠવવામાં આવ્યો છે. આ પત્ર વિશાલભાઈના જ શબ્દોમાં નીચે મુજબ છે.

“જય ગુરુદેવ વિદ્યાર્થીમિત્રો,

તમે બધા ઘરે હશો સુરક્ષિત હશો. કોરોના સમયમાં તમે પોતાનું અને અને પોતાના પરિવારનું ધ્યાન રાખતા હશો એવી આશા છે. આ સમયમાં સરકારે જે guideline આપેલ છે તે મુજબ તમે બધા પાલન કરતા હશો એવો મને વિશ્વાસ છે.આજે મારે મારા વ્હાલા વિદ્યાર્થીમિત્રો ને સંબોધીને એક વાત કરવી છે.

માર્ચ મહિનામાં કોરોનાએ ભારતમાં દસ્તક દીધો. સરકાર દ્વારા શરૂઆતમાં સ્વયંભૂ lockdown લગાવવામાં આવ્યું ત્યાર બાદ આશરે બે મહિનાનું lockdown લગાવવામાં આવ્યું. lockdown ની શરૂઆત થી જ શાળાઓ બંધ કરવામાં આવી અને છેલ્લા છ મહિનાથી શાળાઓ બંધ છે. વિદ્યાર્થીઓ ઘરે છે. આ સમય દરમ્યાન સૌથી વધુ નુકસાન શિક્ષણ અને વિદ્યાર્થીઓને થયું છે. એમાં પણ ખાસ કરીને જે વિદ્યાર્થીઓ બોર્ડના ધોરણમાં એટલે કે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને તો વધુમાં વધુ નુકસાન થયું છે. આજે મારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને એક વાત કરવી છે.

હું અત્યારે જોઈ રહ્યો છું અને સાંભળી પણ રહ્યો છું કે મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાનો સમય બગાડી રહ્યા છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો જે રીતે JEE, NEET અને ધોરણ 10 અને 12 બંનેની પૂરક પરીક્ષાઓ લેવામાં આવી તે રીતે આવનારા સમયમાં પણ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાનું આયોજન થશે. સો ટકા શિક્ષણ બોર્ડ પરીક્ષા લેશે જ. જો તમે વિચારતા હોય કે બોર્ડ પરીક્ષા નહીં લે અને તમને માસ પ્રમોશન મળશે તો એ ભૂલ ભર્યો વિચાર હશે. તમારી શાળા દ્વારા ઓનલાઇન ટીચિંગ ચાલુ થશે તેના દ્વારા શીખો અને દરરોજ સ્કૂલ દરમિયાન જેટલી મહેનત કરો તેટલી મહેનત જાળવી રાખજો.

ઘણા બધા વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે અત્યારે તો સ્કૂલ બંધ છે જ્યારે સ્કૂલ ખૂલશે ત્યારે મહેનત કરી લેશુ પણ કદાચ ત્યારે તે સમય બહુ મોડું થઈ ગયું હશે. વિદ્યાર્થીમિત્રો યાદ રાખજો અત્યારની પરિસ્થિતિમાં પણ એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે ખૂબ ખૂબ મહેનત કરી રહ્યા છે જો તમે વિચારતા હોય કે બધા સમય બગાડી રહ્યા છે તો તેવું નથી એવા વિદ્યાર્થી પણ છે જે આજે પણ એટલી જ મહેનત કરી રહ્યા છે જ્યારે સ્કૂલ ચાલુ હોય તે દરમિયાન કરતા હશે તેટલી જ. એક વાત જે હું ઘણી વખત વિદ્યાર્થીઓને કહેતો હોવું છો એ તમારા સાથે શેર કરવા માંગુ છું

जब तुम सो रहे हो उस टाइम कोई न कोई पढ़ रहा होगा और जिस दिन वो तुमसे मिलेगा वो जीत जाएगा

એટલે કે હંમેશા વાંચતા રહો મહેનત કરતા રહો અને આગળ વધતા રહો. આજે મને એક વાતનો આનંદ છે કે મોરબીની એક ન્યુઝ ચેનલ મોરબી અપડેટ અને નવયુગ એજ્યુકેશન ના સંયુક્ત ઉપક્રમે ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે જેનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓને લે તેવી આશા છે. વિદ્યાર્થીમિત્રો અત્યારનો આ કીંમતી સમય ન બગાડતા અને ઊલટાનો અત્યારના સમય વધુને વધુ મહેનત કરવાનો છે સ્કૂલ બંધ છે પણ ઓનલાઇન ચાલુ છે.

હું પણ એ જાણું છું કે classroom study અને online study માં ઘણો ફરક હોય છે .એટલે જ તો કહું છું કે આજે એ સમય છે કે જેમાં તમારે લોકોએ સમય બગાડવાનો નથી અને વધુમાં વધુ મહેનત કરી તમારી ક્ષમતા કરતાં પણ વધુ સારો દેખાવ આવનારી બોર્ડની પરીક્ષામાં કરવાનો છે. આશા રાખું કે સ્કુલ દ્વારા જે ઓનલાઈન શિક્ષણ ચાલુ છે તેનો વધુને વધુ સારી રીતે અભ્યાસ કરી વધુ મહેનત કરી સમયનો બગાડ કર્યા વગર આવનારા સમયમાં વધુ સારો દેખાવ કરી તમારા માતા-પિતા તેમજ તમારા સપનાને સાકાર કરજો.

જય હિન્દ જય ભારત”


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate