RTE હેઠળ બીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાની પસંદગી કરી શકાશે

- text


મોરબી : RTE ACT-2009- અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% લેખે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષે RTE પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ તા. ૧૦/૦૯/ર૦૨૦નાં રોજ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આશરે ૭૫,૬ર૯ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીની અરજીઓ માન્ય થયેલ હોય અને RTE પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ નથી માત્ર તેવા જ વિદ્યાર્થીઓને આર.ટી.ઈ હેઠળની ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાની પુન: પસંદગી કરવા તક આપવામાં આવે છે. જેથી, વધુમાં વધુ વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ આપી શકાય.

જે વિદ્યાર્થીઓ RTE હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળામાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાની પુનઃપસંદગી કરવા માંગતા હોય તેવા વિધાર્થીઓએ તા.ર૮/૦૯/૨૦૨૦ સોમવાર થી તા.૩૦/૦૯/૨૦૨૦, બુધવાર સુધીમાં RTE ના વેબ પોર્ટલ https://rte.orpgujarat.com પર જઈ શાળાની પુનઃપસંદગી નાં મેનુ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગીન કરી શાળાઓની પુનઃપસંદગી કરવાની રહેશે.

- text

શાળાની પુનઃપસંદગી વખતે પોતાની પસંદગીની ક્રમ મુજબની શાળાઓ પસંદ કરવાની રહેશે. ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટ નકલ રીસીવિંગ સેન્ટર પર જમા કરાવવાની નથી. શાળાની પુનઃ પસંદગી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તમારા અરજી પત્રકમાં દર્શાવેલ જિલ્લાના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ શાળાઓની પુનઃપસંદગી કરવા ન માંગતા હોય તો તેઓ દ્વારા અગાઉ પસંદ કરેલ શાળાઓને માન્ય રાખી નિયમાનુસાર બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબીની યાદીમાં જણાવાયુ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text