મોરબી સહિત ગુજરાતની 8 વિધાનસભા બેઠકો માટે 3જી નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે

- text


આજથી જ આદર્શ આચાર સંહિતા થઈ લાગુ

મોરબી : બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો ગત સપ્તાહે જાહેર થઈ ત્યારે જ ગુજરાતની પેટા ચૂંટણી જાહેર થવાની સંભાવના હતી. જો કે એ સમયે ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર ન થતા ચાલેલી અટકળોનો આજે અંત આવ્યો છે અને ગુજરાત વિધાનસભાની મોરબી સહિતની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે તારીખની આજે જાહેરાત થઈ છે.

જે મુજબ આજથી જ આદર્શ ચૂંટણી આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપતા ખાલી પડેલી મોરબી સહિતની તમામ 8 બેઠકો માટે 3 નવેમ્બરે મતદાન યોજાશે. એ પૂર્વે 9 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડશે. 16 ઓક્ટોબરે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ અને ફોર્મ પરત ખેંચવા માટે 19 ઓક્ટોબરની તારીખ નક્કી કરાઈ હોય 19 ઓક્ટોબરે ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે. 3 નવેમ્બરે તનામ બેઠકો પર એકસાથે મતદાન થયા બાદ 10 નવેમ્બરે મતગણતરી થશે. ત્યારે કોંગ્રેસમાંથી બગાવત કરી ભાજપમાં ગયેલા નેતાઓને જનતાએ સ્વીકાર્યા કે નહીં એ ઉજાગર થઈ જશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text