મોરબી જિલ્લામાં ધો.-12 સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

- text


પૂરક પરીક્ષાના કેન્દ્રો આસપાસ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ

મોરબી : મોરબી જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા તારીખ ૦૬-૧૦-૨૦૨૦ સુધી યોજનાર હોય, આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો- વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ થી મળેલ અધિકારની રૂએ કેતન પી. જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી એ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મોરબી જિલ્લામાં મોરબી ખાતે એસ વી પટેલ કન્યા વિદ્યાલય, શ્રીમતી ડી જે પટેલ કન્યા વિદ્યાલય, શ્રીમતી એમ પી શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, દોશી એમ એસ એન્ડ ડાભી એન આર હાઇસ્કૂલ અને જ્ઞાનપથ વિદ્યાલય ખાતે આગામી ધોરણ ૧૨- સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા તારીખ ૦૬-૧૦-૨૦૨૦ સુધી લેવાનારા છે.

આ પરીક્ષા કેન્દ્રો સ્થળની આસપાસના ૧૦૦ મીટર (એકસો મીટર) ના વિસ્તારમાં ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરધસ કાઢવું નહી તેમજ પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલ્કયુલેટર વાળી ધડીયાળ તેમજ કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્યુ કરવુનહી તેવો હુકમ ફરમાવેલ છે.

- text

આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી.

સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિત કે વ્યકિત સમુહ તેમજ ઓળખપત્ર ધરાવતા પરીક્ષાર્થીઓને તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ વ્યકિતઓને પરીક્ષાર્થીઓ મોબાઇલ ફોન સાથે લઇ જઇ શકશે નહી. ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને, લાગુ પડશે નહિ આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text