મોરબી : લાલપર અને રફાળેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ

- text


અકસ્માતના પગલે ટ્રાફિકજામ : હાઇવે પર પાંચ કિમિ સુધી વાહનોની કતારો લાગતા અનેક વાહન ચાલકો અટવાયા

મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે પર અકસ્માતના પગલે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેમાં લાલપર અને રફાળેશ્વર નજીક નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ સર્જાતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.હાઇવે પર પાંચ કિમિ સુધી વાહનોની કતારો લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.

મોરબીના રફાળેશ્વર નજીક નેશનલ હાઇવે પર અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેના પગલે નેશનલ હાઇવે ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી હતી .વાહન વ્યવહાર એકદમ કાચબા ગતિએ ચાલતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા. આજે નેશનલ હાઇવે પર ઠેરઠેર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં લાલપર ગામ નજીક નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.ખાસ કરીને ટ્રક સહિતના ભારે વાહનોની પાંચ કિમિ સુધી લાંબી લાઈનો જોવા મળી હતી.નેશનલ હાઇવે પર કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ,નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિકજામ સર્જાઈ છે.તેથી પોલીસ તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text