સોના-ચાંદીમાં નવા સપ્તાહના કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ સાથે થયો

ક્રૂડ તેલમાં વૃદ્ધિ: કપાસ, કોટન, એલચીમાં સુધારાનો સંચાર: સીપીઓમાં નરમાઈનો માહોલ: પ્રથમ સત્રમાં રૂ. ૧૫,૦૩૩.૭૪ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૪૨,૭૨૩ સોદામાં રૂ. ૧૫,૦૩૩.૭૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં નવા સપ્તાહના કામકાજનો પ્રારંભ ભાવમાં એકંદરે નરમાઈ સાથે થયો હતો. માત્ર ગોલ્ડ-ગિનીના વાયદા વધ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને એલચીમાં સુધારા સામે સીપીઓમાં નરમાઈનો માહોલ હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૫૩૯૯૫ સોદાઓમાં રૂ. ૯૩૫૦.૦૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૪૭૪ ખૂલી, ઊપરમાં રૂ. ૪૯૬૬૯ અને નીચામાં રૂ. ૪૯૩૧૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૦૩ ઘટીને રૂ. ૪૯૪૫૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦૮ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૦૧૨૧ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૦૪૫ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૯ ઘટીને બંધમાં રૂ. ૪૯૪૧૦ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૫૮૫૧૩ ખૂલી, ઊપરમાં રૂ. ૫૮૯૮૦ અને નીચામાં રૂ. ૫૭૬૫૨ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૮૮ ઘટીને રૂ. ૫૮૭૩૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૨૮૦ ઘટીને રૂ. ૫૮૭૪૬ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૨૭૨ ઘટીને રૂ. ૫૮૭૪૪ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૬૨૯૩ સોદાઓમાં રૂ. ૨૭૯૭.૫૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૯૫૨ ખૂલી, ઊપરમાં રૂ. ૨૯૯૪ અને નીચામાં રૂ. ૨૯૩૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦ વધીને રૂ. ૨૯૭૯ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૨૭૯ સોદાઓમાં કુલ રૂ. ૨૨૭.૩૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૭૮૮૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૮૧૭૦ અને નીચામાં રૂ. ૧૭૮૮૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮૦ વધીને રૂ. ૧૮૧૧૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૭૬ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧ ઘટીને બંધમાં રૂ. ૭૭૨.૧ ના ભાવ હતા, જ્યારે એલચી ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ. ૧૫૫૦ ખૂલી, અંતે રૂ. ૧૩ વધીને રૂ. ૧૫૫૧ થયો હતો. મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ. ૯૩૮ ખૂલી, ઊપરમાં રૂ. ૯૫૭ અને નીચામાં રૂ. ૯૩૭.૧ રહી, અંતે રૂ. ૯૫૧.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૨૭ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૩૫ અને નીચામાં રૂ. ૧૦૨૬ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨.૦૦ વધીને રૂ. ૧૦૨૮ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૫૫૯૬ સોદાઓમાં કુલ રૂ. ૫૦૬૮.૪૯ કરોડ ની કીમતનાં ૧૦૨૪૫.૪૭૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૨૮૩૯૯ સોદાઓમાં કુલ રૂ. ૪૨૮૧.૫૯ કરોડ ની કીમતનાં ૭૩૩.૩૫૭ ટન, ક્રૂડ તેલમાં ૧૯૮૨૫ સોદાઓમાં રૂ. ૮૯૨.૯૬ કરોડનાં ૩૦૧૭૯૦૦ બેરલ્સ, કોટનમાં ૨૨૬ સોદાઓમાં રૂ. ૧૧.૫૭ કરોડનાં ૬૪૦૦ ગાંસડી, સીપીઓમાં ૧૯૪૧ સોદાઓમાં રૂ. ૨૦૭.૫૪ કરોડનાં ૨૭૨૮૦ ટન, એલચીમાં ૨ સોદાઓમાં રૂ. ૩.૧૦ લાખનાં ૦.૨ ટન, મેન્થા તેલમાં ૭૧ સોદાઓમાં રૂ. ૭.૩૬ કરોડનાં ૭૭.૭૬ ટન, કપાસમાં ૩૯ સોદાઓમાં રૂ. ૮૪.૩૮ લાખનાં ૧૬૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૮૬૯૧.૭૮૨ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૧૩.૫૬૬ ટન, ક્રૂડ તેલમાં ૩૩૩૦ બેરલ્સ, કોટનમાં ૩૦૦૫૦ ગાંસડી, સીપીઓમાં ૬૯૮૩૦ ટન, એલચીમાં ૦.૧ ટન, મેન્થા તેલમાં ૧૧૦.૧૬ ટન અને કપાસમાં ૩૯૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧ ખૂલી, ઊપરમાં રૂ. ૨૧૯ અને નીચામાં રૂ. ૭૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૦૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૮૯.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૧૮૧ અને નીચામાં રૂ. ૧૦૮૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૩૪.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૨૯૪૨ ખૂલી, ઊપરમાં રૂ. ૩૦૪૦ અને નીચામાં રૂ. ૨૫૮૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૮૭૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૮૭૪.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૨૨૪૧ અને નીચામાં રૂ. ૧૭૯૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૦૧૮ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૧૬ ખૂલી, ઊપરમાં રૂ. ૧૩૬ અને નીચામાં રૂ. ૧૦૮.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૨૯.૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૧૮ ખૂલી, ઊપરમાં રૂ. ૧૧૯.૧ અને નીચામાં રૂ. ૧૦૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૦.૩ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate