#Couplechallenge ને લઈને મોરબી પોલીસે શું કહ્યું જાણો..!!

- text


મોરબી : હાલમાં ફેસબુકના માધ્યમથી #Couplechallenge (કપલ ચેલેન્જ) જેવી અલગ-અલગ પ્રકારની ચેલેન્જનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે મોરબી પોલીસે સાવચેતીના ભાગરૂપે આવી પોસ્ટ હટાવવા કહ્યું હતું.

જેમાં ફેસુબક પર લોકો આડેધડ કપલ ફોટો ફેસબુકમાં અપલોડ કરી રહ્યા છે. અને જે ફોટાનું મોર્ફીગ થવાના કારણે સોશ્યલ મિડિયામાં વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ બનાવો બને છે. ફેસબુકમાં આ પ્રકારની કોઈપણ ચેલેન્જના નામે લોકો ભ્રમિત થઈને કપલ ફોટો કે અન્ય પર્સનલ ફોટો અપલોડ કરવા નહી. જો અપલોડ કરેલ હોય તો તાત્કાલિક ડીલેટ કરી દેશો. સાયબર ક્રાઈમના નિયમો સંર્પુણપણે જાણ્યા સમજ્યા વિના સોશ્યિલ મિડિયાનો ઉપયોગ કરશો તો અવશ્ય સાયબર ક્રાઈમનો ભોગ બની જશો. જેથી મોરબી જિલ્લા પોલીસે આ બાબતે સર્તક અને સાવચેતી દાખવવા સુચન કર્યુ છે. સાથે મોરબી અપડેટ પણ લોકોને સોશિયલ મીડિયામાં કોઈ પણ જાતના પર્સનલ ફોટા કે માહિતી શેર ન કરવાની અપીલ કરે છે.

- text

 

- text