પોષણ માસ અભિયાન અંતર્ગત બગથળામાં વાનગી હરીફાઈ યોજાઈ

- text


સગર્ભા તથા કિશોરીઓને પોષણ તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું, વાનગી નિદર્શન કરી પ્રથમ ત્રણ વિજેતાઓને સન્માનીત કરાયા

મોરબી : મોરબી તાલુકા બગથળા ગામે આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસ નિમિતે ‘‘સહિ પોષણ દેશ રોશન’’ અંતર્ગત વાનગી હરીફાઈ નિદર્શન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સગર્ભા માતા તથા કિશોરીને પોષણ તથા આરોગ્ય વિષય ઉપર વિસ્તૃત રીતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. જેમાં વાનગી નિદર્શન કરી વાનગી કઈ રીતે બનાવી તેમાં પોષક તત્વો જળવાઈ રહે તે માટે જાણકારી આપી તથા વજન અને હિમોગ્લોબિન વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં સગર્ભા માતા તથા કિશોરીઓને પોષણ અને આરોગ્ય વિષય ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપી લાભાર્થીઓને વિવિધ શાકભાજીમાંથી કેટલા પ્રમાણમાં પોષણ મળે છે, તે અંગે કાર્યકર બહેનો દ્વારા ઉપસ્થિત બહેનોને સમજ આપવામાં આવી હતી. વાનગી નિદર્શન પણ કરાયું હતું જેના પ્રથમ ત્રણ વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં CDPO કોમલબેન, સુપરવાઈઝર શારદાબેન, સરપંચ હરેશભાઈ કાંજીયા, તલાટીમંત્રીશ્રી ઉમેશભાઈ ચંદ્રાસલ આરોગ્ય કર્મચારીઓએ હાજર રહી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ગામના આંગણવાડી વર્કર બહેનોએ ખુબ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રાથમિક શાળાના શિક્ષક વિપુલભાઈ અઘારા દ્વારા કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text