મોરબીમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાઈ જવાની સમસ્યા નિવારવા કલેક્ટરને રજૂઆત

મોરબી : હાલ કોરોનાનો કહેર મોરબી શહેર અને સમાકાંઠા વિસ્તારમાં સતત વધી રહ્યો છે. સાથો સાથ ગરમીનો પારો પણ વધતો જાય છે. ત્યારે સમગ્ર મોરબી શહેર અને સમાકાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર લાઈટો ગુલ થઈ જાય છે. તેમજ વોલ્ટેજ ડીમ હોવાના પણ કિસ્સા વધી ગયા છે. આના કારણે ઘણા પરિવારોને અનેક જાતની મુસીબતો સહન કરવી પડતી હોય છે. તે ઉપરાંત લાઈટ જવી તેમજ વોલ્ટેજ ડિમ-ફુલ થવાના કારણે હાલમાં કોરોનાના દર્દીઓ જે હોમ ક્વોરોન્ટાઇન થયેલા છે, તેમને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ રેસિડેન્ટમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવા કે ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, ઘરઘંટી, ઇલે. મોટર જેવી ઇલે. વસ્તુઓ બળી જાય છે અથવા તો ખરાબ થઈ જાય છે. તેવી જ રીતે કોમર્શિયલ વિસ્તારમાં અવાર-નવાર લાઈટ ગુલ થવાના કારણે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ કોમ્પ્યુટર, ઝેરોક્ષ મશીન તેમજ અનેક જાતના ડેરીઓને લગતા ફ્રીઝને ખુબજ નુકશાન થાય છે અથવા તો બળી જાય છે.

જ્યારે લાઈટ જાય છે ત્યારે ત્યારે તે અંગેની ફરિયાદ કરવા અથવા તો જાણ કરવા માટે જ્યારે પણ વ્યક્તિ ફોન કરે છે ત્યારે પી.જી.વી.સી.એલ ના જે તે વિભાગના અધિકારીઓ ફોનનું રીસીવર ઉપાડી જવાબ દેવાના બદલે નીચે મૂકી દેતા હોય છે. જેના કારણે ફોન લાગતા જ નથી અને લોકોની ફરિયાદ સાંભળતા નથી. જેને કારણે લોકોને લાઈટો ક્યારે આવશે તેની સાચી માહિતી મળી શક્તિ નથી. જો આ બાબતનો તાત્કાલિક કોઈ ઉકેલ નહીં આવે તો મોરબીની પ્રજાને સાથે રાખીને પી.જી.વી.સી.એલની કચેરીનો ઘેરાવ કરશે જેની સંપૂર્ણ જવાબદારી પી.જી.વી.સી.એલની રહેશે, તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના રમેશભાઈ બી. રબારી દ્વારા મોરબી જિલ્લા કલેકટર તેમજ અધિક્ષક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate