ક્રૂડ પામતેલના વાયદામાં ૬૦,૯૩૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૭૨,૭૯૦ ટનના સ્તરે

- text


એમસીએક્સ બુલડેક્સ વાયદાનું મન્થલી ટર્નઓવર રૂ.૬,૧૪૦ કરોડના રેકોર્ડ સ્તરે : સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડાની આગેકૂચ : ક્રૂડ તેલમાં વૃદ્ધિ : કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈ

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૯૪,૦૬૦ સોદામાં રૂ. ૧૬,૯૦૬.૩૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઘટાડાની આગેકૂચ રહી વાયદા વધુ ઘટ્યા હતા. બિનલોહ ધાતુઓ પણ એકંદરે નરમ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદામાં ૬૦,૯૩૦ ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૭૨,૭૯૦ ટનના સ્તરે પહોંચ્યો હતો. કપાસ, કોટન, સીપીઓ અને મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો.

દરમિયાન, એમસીએક્સ દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ બુલિયન ઈન્ડેક્સ (બુલડેક્સ) વાયદામાં એક મહિના અગાઉ ૨૪ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ તેના પ્રારંભથી એક મહિનાના ગાળામાં કુલ રૂ.૬,૧૩૯.૭૩ કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું છે. બુલડેક્સનો સપ્ટેમ્બર ૨૦૨૦ની પાકતી તારીખ ધરાવતો કોન્ટ્ેક્ટ ૨૩ સપ્ટેમ્બરના રોજ સાંજે ૫ વાગ્યે સફળતાપૂર્વક પૂરો થયો ત્યારે ૬૪૬ લોટ્સનો ઓપન ઈન્ટરેસ્ટ નોંધાયો હતો. બુલડેક્સ વાયદાનું સરેરાશ દૈનિક ટર્નઓવર (એડીટી) આ એક મહિનાના ગાળામાં રૂ.૨૬૬.૯૪ કરોડના સ્તરે રહ્યું હતું. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ બુલડેક્સના આગલા મહિનાના ઓક્ટોબર ૨૦૨૦ની પાકતી તારીખના કોન્ટ્રેક્ટમાં ઓપન ઈન્ટરેસ્ટ ૫૫૩ લોટ્સનો જોવા મળ્યો હતો. એક્સચેન્જ તેનો બીજો સેક્ટોરિયલ (બેઝ મેટલ્સ) ઈન્ડેક્સ, મેટલડેક્સ કોન્ટ્રેક્ટ ૧૯ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ લોન્ચ કરવા જઈ રહ્યું છે.

૨૪ સપ્ટેમ્બરને ગુરૂવારે પ્રથમ સત્રમાં કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૯૧૭૨૦ સોદાઓમાં રૂ. ૧૦૬૪૧.૬૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯૪૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૪૯૫૭૨ અને નીચામાં રૂ. ૪૯૨૪૮ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૫ ઘટીને રૂ. ૪૯૪૫૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૫ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૩૯૬૧૬ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૪૯૮૮ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૯ ઘટીને બંધમાં રૂ. ૪૯૫૦૭ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૫૭૯૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૫૭૯૦૦ અને નીચામાં રૂ. ૫૬૦૨૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪૫૦ ઘટીને રૂ. ૫૭૦૩૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૧૪૭૧ ઘટીને રૂ. ૫૭૦૪૦ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૧૪૭૦ ઘટીને રૂ. ૫૭૦૩૯ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૭૯૩૦૩ સોદાઓમાં રૂ. ૩૨૬૧.૨૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૯૧૮ ખૂલી, ઊપરમાં રૂ. ૨૯૬૫ અને નીચામાં રૂ. ૨૯૦૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭ વધીને રૂ. ૨૯૫૪ બંધ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં ૪૨૬૮ સોદાઓમાં કુલ રૂ. ૪૮૧.૨૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૭૯૮૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૮૦૮૦ અને નીચામાં રૂ. ૧૭૯૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૦ ઘટીને રૂ. ૧૭૯૬૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૫૬ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૧.૨ ઘટીને બંધમાં રૂ. ૭૫૫.૪ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૯૩૫.૪ ખૂલી, ઊપરમાં રૂ. ૯૫૯ અને નીચામાં રૂ. ૯૨૫.૭ રહી, અંતે રૂ. ૯૨૭.૭ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૨૬ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૩૧ અને નીચામાં રૂ. ૧૦૨૧ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨.૦૦ ઘટીને રૂ. ૧૦૨૪ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૪૭૧૫ સોદાઓમાં કુલ રૂ. ૫૪૬૩.૨૭ કરોડ ની કીમતનાં ૧૧૦૫૪.૬૧૩ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૫૭૦૦૫ સોદાઓમાં કુલ રૂ. ૫૧૭૮.૪૦ કરોડ ની કીમતનાં ૯૧૨.૭૦૪ ટન, ક્રૂડ તેલમાં ૨૦૩૦૧ સોદાઓમાં રૂ. ૯૬૬.૧૯ કરોડનાં ૩૨૯૧૧૦૦ બેરલ્સ, કોટનમાં ૮૨ સોદાઓમાં રૂ. ૪.૬૪ કરોડનાં ૨૫૭૫ ગાંસડી, સીપીઓમાં ૪૦૦૮ સોદાઓમાં રૂ. ૪૬૧.૫૯ કરોડનાં ૬૦૯૩૦ ટન, મેન્થા તેલમાં ૧૨૯ સોદાઓમાં રૂ. ૧૩.૮૪ કરોડનાં ૧૪૭.૯૬ ટન, કપાસમાં ૪૯ સોદાઓમાં રૂ. ૧.૧૭ કરોડનાં ૨૨૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૦૯૭.૩૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૧૧.૨૫૭ ટન, ક્રૂડ તેલમાં ૪૧૧૩ બેરલ્સ, કોટનમાં ૨૯૪૦૦ ગાંસડી, સીપીઓમાં ૭૨૭૯૦ ટન, મેન્થા તેલમાં ૧૧૮.૮ ટન અને કપાસમાં ૨૯૨ ટનના સ્તરે રહ્યો હતો.
સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૦૬.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૩૯૯.૫ અને નીચામાં રૂ. ૧૩૦૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૪૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૪૭૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૮૨ ખૂલી, ઊપરમાં રૂ. ૬૫૩.૫ અને નીચામાં રૂ. ૫૪૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૮૧.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૨૨૨૨ ખૂલી, ઊપરમાં રૂ. ૨૮૭૨.૫ અને નીચામાં રૂ. ૨૧૮૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૫૦૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૪૮૧૫ ખૂલી, ઊપરમાં રૂ. ૬૨૦૬.૫ અને નીચામાં રૂ. ૪૮૧૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૬૮૫.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૯૯ ખૂલી, ઊપરમાં રૂ. ૧૪૪.૫ અને નીચામાં રૂ. ૯૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪૨.૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૪૧ ખૂલી, ઊપરમાં રૂ. ૧૪૮ અને નીચામાં રૂ. ૧૩૨.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૬.૯ બંધ રહ્યો હતો.

- text