મોરબી : સત્તાધાર પાર્કમાં રહેતી યુવતી ઘરે કહ્યા વિના જતી રહી

મોરબી : મોરબી શહેરના આલાપ પાર્ક મેઇન રોડ પર સતાધાર પાર્કમાં રહેતા મનસુખભાઇ વાધડીયાની દીકરી પ્રિયંકાબેન (ઉ.વ. 19) ગત તા. 20ના બપોરના સવા બે વાગ્યેના અરસામા ઘરે કોઇને કહ્યા વગર ઘરેથી નિકળી ગયેલ છે. પરિવારજનોએ તપાસ કરતા ક્યાય મળી આવેલ ન હોવાથી ગઈકાલે તા. 22ના રોજ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે. જેના આધારે પોલીસે ગુમશુદાની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે ગુમશુદા પ્રિયંકા વાને ઘઉ વર્ણ છે. જેને કપાળે તથા હોઠના ભાગે તથા હાથની આંગળીમા તથા પગે કોઢના સફેદ ડાઘાઓ છે. તેમજ લાલ કલરની લેગીશ તથા સ્કાય બ્લુ કલરની કુર્તી પહેરેલ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate