મોરબી : સીરામીક ઝોન સરતાનપર રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માતથી ટ્રાફિકજામ

અકસ્માતને પગલે બન્ને ટ્રક રોડ વચ્ચોવચ ફસાતા 2 કલાકથી ટ્રાફિકજામમાં અનેક વાહનો અટવાયા

મોરબી : મોરબીના સીરામીક ઝોન ગણાતા સરતાન પર રોડ ઉપર આજે બે ટ્રક અથડાયા બાદ રોડની વચ્ચોવચ ફસાય જતા ભારે ટ્રાફિકજામ થયો હતો. આ અકસ્માતમાં બન્ને ટ્રક રોડની વચ્ચે હોવાથી ટ્રાફિકને અવરોધ થતા 2 કલાકથી પણ વધુ સમયથી ટ્રાફિકજામ રહેતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.

ફોટો : મોહિન ખાન પઠાણ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સીરામીક ઝોન ગણાતા સરતાનપર રોડ ઉપર આજે બપોરના સમયે બે ટ્રક સામસામે અથડાયા હતા. બન્ને ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા આ બન્ને વાહનોના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો.આ અકસ્માતમાં બન્ને ટ્રક એકબીજા સાથે રોડની વચ્ચોવચ્ચ ફસાય જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બે કલાકથી ટ્રાફિકજામ સર્જાતા અનેક વાહન ચાલકો ફસાય ગયા હતા.જોકે આ સીરામીક ઝોનમાં વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે ત્યારે આજે અકસ્માતને પગલે ટ્રાફિકજામ સર્જાતા સંખ્યાબંધ વાહનો અટવાઇ જવાથી મુશ્કેલીમાં મુકાય ગયા છે.

ફોટો : મોહિન ખાન પઠાણ