કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા લક્ષ્મીનગરમાં કુપોષણ નાબૂદી અંગે સગર્ભાઓને માર્ગદર્શન અપાયું

- text


મોરબી : પોષણ સપ્તાહ અંતર્ગત જુનાગઢ યુનિવર્સિટીનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – મોરબીમાંથી વિષય નિષ્ણાંત ડો. હેમાંગીબેન ડી. મહેતા દ્વારા તા. ૨૧/૦૯/૨૦૨૦ ના રોજ મોરબીના લક્ષ્મીનગર ગામમાં કુપોષણ નિવારણ અંગે તાલીમ આપવામાં આવી હતી. જેમાં સગર્ભા બહેનો જેટલા તંદુરસ્ત હશે, પૂરતા પોષકત્વયુકત ખોરાક લેતા હશે. તો આવનાર બાળક તંદુરસ્ત જન્મશે. તથા પોષક આહાર અને પૌષ્ટિક ભોજન વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ આ તાલીમમાં મુખ્ય મહેમાન તરીકે બ્રહ્માકુમારી ધનગૌરી બહેન હાજર રહ્યા હતા. તેમણે બહેનોને હાલના સમયમાં શરીરની તંદુરસ્તીની જરૂરિયાતની સાથે સાથે મનની તંદુરસ્તી વિષે માહિતગાર કર્યા હતા તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ન્યુટ્રિશન ગાર્ડન બનાવવા બહેનોને બિયારણની કીટ પણ આપવામાં આવેલ હતી.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text