મોરબી : VTVના રિપોર્ટર હરનિશ જોશી અને તેમના પિતાએ કોરોનાને હરાવ્યો

- text


મોરબી જિલ્લા પત્રકાર આલમના આ કોરોના વોરિયર્સ અને તેના પિતાએ કોરોના સામે જંગ જીતી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા

મોરબી : મોરબી જિલ્લાના વિટીવી ન્યુઝ ચેનલના રિપોર્ટર હરનિશભાઈ જોશીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેમના પિતા પણ કોરનાથી સંક્રમિત થયા હતા. ત્યારે આ બન્ને પિતા-પુત્રએ કોરોનાને હરાવ્યો છે અને મોરબી જિલ્લા પત્રકાર આલમના આ કોરોના વોરિયર્સ અને તેના પિતાએ કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.

- text

મોરબી જિલ્લાના VTV ના પત્રકાર હરનીશભાઈ જોશીનો ગત તારીખ 31ઓગસ્ટના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો બાદમાં તેઓ હોમ આઇસોલેશન થયા હતા અને તબીબોની સલાહ પ્રમાણે જ કોરોનાની સારવાર કરી હતી. બાદમાં 8 સપ્ટેમ્બરના રોજ તેમના પિતા યોગેશભાઈ જોશી પણ કોરોના પોઝિટિવ થયા હતા. આથી તેમને ખાનગી હોસ્પિટલ માં એડમિટ કરવામાં આવ્યા હતા. આ ખાનગી હોસ્પિટલમાં તેમને 5 દિવસ સારવાર લીધા બાદ તબીબોની સલાહ મુજબ તેઓ હોમ કોરોન્ટાઇન થઈ ગયા હતા. ત્યારે હાલ પત્રકાર હરનિશ જોશી અને તેમના પિતા બંનેના રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે. આથી બન્ને પિતા-પુત્ર કોરોના સામે જંગ જીતીને સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.

- text