સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં નરમાઈ સાથે થયો : સોનું રૂ.૫૬૪ અને ચાંદી રૂ.૧,૪૨૧ તૂટ્યા

- text


ક્રૂડ તેલ પણ ઘટ્યું: કપાસ, કોટન, સીપીઓમાં સાર્વત્રિક નરમાઈ: પ્રથમ સત્રમાં રૂ. ૧૬,૦૬૮.૯૨ કરોડનું ટર્નઓવર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૨૩,૯૬૨ સોદામાં રૂ. ૧૬,૦૬૮.૯૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ ભાવમાં નરમાઈ સાથે થયો હતો. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૬૪ અને નીચામાં રૂ.૧,૪૨૧ તૂટ્યા હતા. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને સીપીઓમાં સાર્વત્રિક નરમાઈ હતી.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૨૮૭૮૯ સોદાઓમાં રૂ. ૯૨૫૪.૯૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૬૫૦ ખૂલી, ઊપરમાં રૂ. ૫૧૬૫૦ અને નીચામાં રૂ. ૫૦૮૦૪ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૬૪ ઘટીને રૂ. ૫૧૧૫૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૯૬ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૧૩૭૩ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૭ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૨૦૧ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૨૮ ઘટીને બંધમાં રૂ. ૫૧૨૩૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૭૮૮૮ ખૂલી, ઊપરમાં રૂ. ૬૭૮૮૮ અને નીચામાં રૂ. ૬૬૨૨૭ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪૨૧ ઘટીને રૂ. ૬૬૪૫૬ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૧૩૬૯ ઘટીને રૂ. ૬૬૪૭૫ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૧૩૬૭ ઘટીને રૂ. ૬૬૪૮૧ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૬૬૦૩૨ સોદાઓમાં રૂ. ૨૪૩૩.૪૦ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૩૦૨૨ ખૂલી, ઊપરમાં રૂ. ૩૦૨૯ અને નીચામાં રૂ. ૨૯૩૧ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૯ ઘટીને રૂ. ૨૯૫૪ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૩૪૪૯ સોદાઓમાં કુલ રૂ. ૩૬૮.૮૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૭૯૯૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૮૦૦૦ અને નીચામાં રૂ. ૧૭૮૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦ ઘટીને રૂ. ૧૭૮૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૮૦૯.૪ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪ ઘટીને બંધમાં રૂ. ૭૯૪.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૯૪૫.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૯૫૪ અને નીચામાં રૂ. ૯૩૫.૧ રહી, અંતે રૂ. ૯૩૬.૯ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૨૮ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૩૦ અને નીચામાં રૂ. ૧૦૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭.૫૦ ઘટીને રૂ. ૧૦૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૭૯૩૩ સોદાઓમાં કુલ રૂ. ૪૯૭૯.૨૯ કરોડ ની કીમતનાં ૯૬૮૯.૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૦૦૮૫૬ સોદાઓમાં કુલ રૂ. ૪૨૭૫.૬૮ કરોડ ની કીમતનાં ૬૩૮.૪૧૧ ટન, ક્રૂડ તેલમાં ૨૧૦૩૭ સોદાઓમાં રૂ. ૧૦૫૩.૭૪ કરોડનાં ૩૫૪૮૦૦૦ બેરલ્સ, કોટનમાં ૧૧૭ સોદાઓમાં રૂ. ૬.૩૫ કરોડનાં ૩૫૫૦ ગાંસડી, સીપીઓમાં ૩૧૯૯ સોદાઓમાં રૂ. ૩૫૧.૦૩ કરોડનાં ૪૩૫૫૦ ટન, મેન્થા તેલમાં ૯૩ સોદાઓમાં રૂ. ૧૦.૪૧ કરોડનાં ૧૧૦.૧૬ ટન, કપાસમાં ૪૦ સોદાઓમાં રૂ. ૧.૦૫ કરોડનાં ૨૦૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૯૮૪૦.૪૭૮ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૪૪.૨ ટન, ક્રૂડ તેલમાં ૩૮૦૫ બેરલ્સ, કોટનમાં ૨૮૨૦૦ ગાંસડી, સીપીઓમાં ૭૦૫૬૦ ટન, મેન્થા તેલમાં ૧૫૯.૮૪ ટન અને કપાસમાં ૩૨૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૧૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૧૫ અને નીચામાં રૂ. ૩૫.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૮ ખૂલી, ઊપરમાં રૂ. ૧૬૮ અને નીચામાં રૂ. ૪૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૨.૫ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૨૯૭૬.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૨૯૭૬.૫ અને નીચામાં રૂ. ૨૩૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૪૮૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૯૬૪.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૧૪૧ અને નીચામાં રૂ. ૯૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૧૧૫ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૭૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૨ અને નીચામાં રૂ. ૧૩૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬૦.૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૮૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૪૧.૫ અને નીચામાં રૂ. ૮૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૩૪.૫ બંધ રહ્યો હતો.

- text