મોરબીના નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

- text


મોરબી : મોરબી એલસીબીની ટીમે આજે મોરબીના તાલુકાના નાની વાવડી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દોરડો પાડી પાંચ શખ્સોને રૂ.36 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ જુગારની રેડની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરા અને એલસીબી પી.આઈ વી.બી.જાડેજાની સૂચનાને પગલે એલસીબી સ્ટાફના પૃથ્વીરાજસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળી હતી કે ,મોરબીના તાલુકાના નાની વાવડી ગામે રહેતા બટુકભાઈ બેચરભાઈ પટેલ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે.આ પ્રકારની બાતમી મળતા એલસીબી સ્ટાફે નાની વાવડી ગામે આરોપીના મકાનમાં જુગારની રેડ કરીને મકાનમાં જુગાર રમતા બટુકભાઈ બેચરભાઈ પટેલ, દેવજીભાઈ કાનજીભાઈ પટેલ, રમેશભાઈ જીવરાજભાઈ પટેલ ,હરિભાઈ રણછોડભાઈ દલવાડી, દેવજીભાઈ વિરજીભાઈ દલવાડીને રૂ.36,300 ના મુદ્દામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text