મોરબીના જેતપર રોડ પર યુવક સાથે મારામારી કરી, મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર

મોરબી : મોરબીના પાવડીયારી નજીક બ્લુ બેરી ફેકટરીમાં રહેતો મૂળ ઝારખંડનો જોગનાભાઈ ગોનાભાઈ પૂરતી નામનો યુવક ગત 17 મી ઓગસ્ટના સાંજના સમયે કુદરતી હાજતે જઇ ફેક્ટરી તરફ પરત ફરતો હતો તે દરમિયાન ક્રીપ્ટોન સીરામીક નજીક એક શખ્સ આવી ચઢ્યો હતો અને જોગનભાઈ સાથે અથડાયો હતો. જે બાદ તેની સાથે ઝઘડો શરૂ કરી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન બાઈકમાં આવેલ બીજા શખ્સે પણ પણ ઝઘડો કર્યો હતો. બસમાં યુવક પાસેથી મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 8600ની કિંમતના મુદામાલ લૂંટ ચલાવી સ્પેલન્ડર બાઇકમાં ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે યુવાને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે અંગે વધુ તપાસ પી.એસ.આઈ આર. એ જાડેજા વધુ તપાસ હાથ ધરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..

નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate