હળવદ : મયુરનગર ગામે બ્રાહ્મણી નદીમાં ડૂબી જતાં યુવાનનું મોત

- text


 

બે સગાભાઈ માતા-પિતાને ખેતરે ટીફીન દઈ બ્રાહ્મણી નદી પરના બેઠા પુલ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બન્યો બનાવ

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામે આવેલ બ્રાહ્મણી નદીના બેઠા પુલ પરથી બે સગા ભાઈઓ પસાર થઇ રહ્યા હતા ત્યારે એક ભાઈનો પગ લપસી જતાં તે બ્રાહ્મણી નદીમાં પડી ગયો હતો જેથી તેનુ ડૂબી જવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી જઇ યુવાનની લાશને બહાર કાઢી પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે.

- text

હળવદ તાલુકાના મયુરનગર ગામના છગનભાઈ મકવાણા અને તેમના ધર્મપત્ની ગામમાંની બાજુમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીના સામા કાંઠે ખેતરમાં મજૂરી કામ કરતા હતા. જેથી આજે બપોરના તેમના દીકરા રાજેશ અને રાકેશ બંને ભાઈઓ ટિફિન દેવા માટે આવ્યા હતા. અને ટિફિન દઈ પરત મયુરનગર જતા હતા ત્યારે બ્રાહ્મણી નદી પરના બેઠા પુલ પરથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ રાજેશનો પગ લપસી જતાં તે બ્રાહ્મણ નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. જેને લઇ રાકેશ દ્વારા બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ રાજેશ ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા આ અંગેની જાણ ગ્રામજનોને કરવામાં આવી હતી જેથી ગ્રામજનો અને ગામના સરપંચ ઘટનાસ્થળે દોડી આવી રાજેશની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને આખરે રાજેશનો મૃતદેહ હાથ લાગ્યો હતો જેથી હાલ મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text