સોનાના વાયદાના ભાવમાં રૂ.૧૧૧ અને ચાંદીમાં રૂ.૧૨૦ની વૃદ્ધિ: ક્રૂડ તેલમાં ઘટાડો

- text


 

કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈ: સીપીઓમાં ૩૦,૮૦૦ ટનના વોલ્યુમ સાથે ભાવમાં તેજીનો માહોલ: પ્રથમ સત્રમાં રૂ.૧૧,૪૮૨.૭૦ કરોડનું ટર્નઓવર

મોરબી : વિવિધ કોમોડિટી વાયદા, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧,૭૦,૬૧૪ સોદામાં રૂ.૧૧,૪૮૨.૭૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૧ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૧૨૦ની વૃદ્ધિ થઈ હતી. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, મેન્તા તેલમાં સાર્વત્રિક નરમાઈ સામે સીપીઓમાં ૩૦,૮૦૦ ટનના વોલ્યુમ સાથે ભાવમાં તેજીનો માહોલ હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૬૩૪૨૦ સોદાઓમાં રૂ.૫૨૩૪.૮૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૫૫૯ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૬૫૩ અને નીચામાં રૂ.૫૧૪૫૩ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૧ વધીને રૂ.૫૧૫૬૪ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૨ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૪૧૬૩૬ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૫૨૨૮ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૮ વધીને બંધમાં રૂ.૫૧૬૧૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૮૪૯૯ ખૂલી, ઊપરમાં રૂ.૬૮૫૦૦ અને નીચામાં રૂ.૬૮૧૭૭ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૦ વધીને રૂ.૬૮૨૬૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૧૧૬ વધીને રૂ.૬૮૨૨૫ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૧૨૫ વધીને રૂ.૬૮૨૩૧ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૮૫૦૮૭ સોદાઓમાં રૂ.૩૦૫૬.૯૬ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૦૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૪૨ અને નીચામાં રૂ.૨૯૮૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫ ઘટીને રૂ.૨૯૯૯ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૨૪૬ સોદાઓમાં કુલ રૂ.૨૬૧.૧૬ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૭૯૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૭૯૭૦ અને નીચામાં રૂ.૧૭૯૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦ ઘટીને રૂ.૧૭૯૬૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૦૮ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦.૧ વધીને બંધમાં રૂ.૮૦૮.૧ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૪૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૯.૫ અને નીચામાં રૂ.૯૪૬.૧ રહી, અંતે રૂ.૯૪૯.૩ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૦૩૦.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૩૩ અને નીચામાં રૂ.૧૦૨૮ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨.૦૦ ઘટીને રૂ.૧૦૨૯.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૬૮૩૫ સોદાઓમાં કુલ રૂ.૩૩૧૬.૭૮ કરોડ ની કીમતનાં ૬૪૨૮.૦૪૧ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૪૬૫૮૫ સોદાઓમાં કુલ રૂ.૧૯૧૮.૦૭ કરોડ ની કીમતનાં ૨૮૦.૫૭૬ ટન, ક્રૂડ તેલમાં ૧૯૮૭૫ સોદાઓમાં રૂ.૯૨૯.૦૭ કરોડનાં ૩૦૭૮૯૦૦ બેરલ્સ, કોટનમાં ૨૪ સોદાઓમાં રૂ.૧.૦૮ કરોડનાં ૬૦૦ ગાંસડી, સીપીઓમાં ૨૧૦૦ સોદાઓમાં રૂ.૨૪૮.૮૪ કરોડનાં ૩૦૮૦૦ ટન, મેન્થા તેલમાં ૮૮ સોદાઓમાં રૂ.૧૦.૧૧ કરોડનાં ૧૦૫.૮૪ ટન, કપાસમાં ૩૪ સોદાઓમાં રૂ.૧.૧૩ કરોડનાં ૨૨૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૦૦૯.૨૫૭ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૨૪.૧૦૩ ટન, ક્રૂડ તેલમાં ૩૪૩૪ બેરલ્સ, કોટનમાં ૨૭૪૫૦ ગાંસડી, સીપીઓમાં ૭૧૫૯૦ ટન, મેન્થા તેલમાં ૧૫૫.૫૨ ટન અને કપાસમાં ૩૯૨ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૮૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૯ અને નીચામાં રૂ.૧૪૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૩ ખૂલી, ઊપરમાં રૂ.૨૯ અને નીચામાં રૂ.૧૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૪૨૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૪૩૦૦ અને નીચામાં રૂ.૪૧૩૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૨૩૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૮૮૨.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૮૮૪.૫ અને નીચામાં રૂ.૩૭૭૬ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૮૦૭ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૦.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૯.૭ અને નીચામાં રૂ.૧૬૦.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૫.૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૭.૮ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૪ અને નીચામાં રૂ.૧૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૪૫.૨ બંધ રહ્યો હતો.

- text