વવાણિયા પાસે વોકળામાં તણાઇ મોતને ભેટેલા યુવકના પત્નીને રૂ. 4 લાખની સહાય અર્પણ કરાઈ

 

માળિયા : મોરબી જિલ્લામાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે પાણી વહેવા લાગ્યાં હતા.દરમિયાન 23મીના રોજ વાવણીયા ગામના વતની સલીમભાઈ ઉમરભાઈ સાઇચા નામના યુવક વોકળામાં તણાઇ ગયા હતા અને મોતને ભેટયા હતા.જિલ્લા પંચાયતના હુકમથી એસ.ડી.આર.એફમાંથી મૃતકના પરિવારજનોને માનવ મૃત્યુ સહાયની ચુકવણી કરવામાં આવી હતી. માળીયા તાલુકા વિકાસ અધિકારી એચ. વી રાકજા,અધિક મદદનીશ ઈજનેર એ.એમ નદાણીયા અને તલાટી મંત્રી ગોગરા સહિતનાએ મૃતકના પત્ની જેતુનબાનું સલીમભાઈને સહાયનો રૂ.4 લાખનો ચેક અર્પણ કર્યો હતો.