કુટુંબના મુખ્ય કમાઉ વ્યક્તિના મૃત્યુ બાદ સહાયક બનશે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના

- text


બીપીએલ યાદીમાં 0 થી 20નો સ્કોર ધરાવતા કુટુંબને લાભકર્તા

મોરબી : સરકારની સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ BPL યાદીમાં ૦ થી ૨૦ નો સ્કોર ધરાવતા કુટુંબના મુખ્ય વ્યક્તિ (સ્ત્રી/પુરુષ) નુ કુદરતી રીતે અથવા અકસ્માતમાં મૃત્યુ પામનાર (સ્ત્રી/પુરુષ) ઉમર ૧૮ વર્ષથી વધુ અને ૬૦ વર્ષ થી ઓછી હોય તેમજ અવસાન થયાના ૨ વર્ષમાં અરજી કરવાથી કેન્દ્ર સરકાર દ્વારા કુટુંબને એક વખત રૂપિયા ૨૦,૦૦૦/- ની સહાય DBT મારફત મળવા પાત્ર છે. મોરબી જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા મામલતદાર કચેરીમાં આવેલ જનસુવિધા કેન્દ્ર અથવા સમાજ સુરક્ષા શાખાનો સંપર્ક કરવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપળીયા દ્વારા અનુરોધ કરાયો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate

- text