16 સપ્ટેમ્બર : ક્રૂડ પામતેલમાં ૧૪,૭૦૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ

કોટન, મેન્થા તેલમાં સુધારાનો સંચાર: કપાસમાં નરમાઈ: સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરુદ્ધ વલણ: સોનું રૂ.૧૪૭ વધ્યું, ચાંદી રૂ.૪૦ ઢીલી: ક્રૂડ તેલમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ. ૧૧,૦૭૫ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા, બુલિયન ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૫૬૧૦૫ સોદામાં રૂ. ૧૧,૦૭૫.૮૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરુદ્ધ વલણ હતું. સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૪૭ વધ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪૦ ઢીલો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધવા સામે નેચરલ ગેસ ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલમાં ૧૪,૭૦૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં તેજીની આગેકૂચ રહી વાયદા વધુ વધ્યા હતા. કોટન અને મેન્થા તેલ સુધર્યા હતા, જ્યારે કપાસમાં નરમાઈ ભાવમાં હતી.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૭૬૪૮ સોદાઓમાં રૂ. ૫૪૨૨.૪૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૮૩૯ ખૂલી, ઊપરમાં રૂ. ૫૧૯૯૮ અને નીચામાં રૂ. ૫૧૭૭૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૪૭ વધીને રૂ. ૫૧૯૧૬ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૭૭ વધીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૧૯૩૧ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૫ વધીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૨૫૭ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૪ વધીને બંધમાં રૂ. ૫૧૯૫૨ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૮૯૧૪ ખૂલી, ઊપરમાં રૂ. ૬૯૨૪૯ અને નીચામાં રૂ. ૬૮૮૨૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૦ ઘટીને રૂ. ૬૮૯૨૭ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૧૩ ઘટીને રૂ. ૬૮૯૦૦ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૧૯ ઘટીને રૂ. ૬૮૮૯૬ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૨૫૫૭ સોદાઓમાં રૂ. ૨૦૮૮.૯૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૮૪૫ ખૂલી, ઊપરમાં રૂ. ૨૮૯૬ અને નીચામાં રૂ. ૨૮૪૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૩ વધીને રૂ. ૨૮૮૧ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૫૦૪ સોદાઓમાં કુલ રૂ. ૧૩૧.૪૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૮,૦૩૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૮,૦૭૦ અને નીચામાં રૂ. ૧૭,૯૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૬૦ વધીને રૂ. ૧૮,૦૪૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૭૭ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮.૫૦ વધીને બંધમાં રૂ. ૭૮૫.૨૦ના ભાવ હતા, જ્યારે કપાસનો એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૪૨ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૪૨.૫ અને નીચામાં રૂ. ૧૦૩૪ રહી, અંતે રૂ.૧.૫૦ ઘટી રૂ. ૧૦૪૦ બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૮૩૯૬ સોદાઓમાં કુલ રૂ. ૨૯૭૦.૧૪ કરોડ ની કીમતનાં ૫૭૧૮.૨૮૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૯૨૫૨ સોદાઓમાં કુલ રૂ. ૨૪૫૨.૩૨ કરોડ ની કીમતનાં ૩૫૫.૨૩૮ ટન, ક્રૂડ તેલમાં ૧૬૧૦૫ સોદાઓમાં રૂ. ૭૩૩.૨૨ કરોડનાં ૨૫૪૬૬૦૦ બેરલ્સ, સીપીઓમાં ૧૧૫૯ સોદાઓમાં રૂ. ૧૧૪.૯૩ કરોડનાં ૧૪૭૦૦ ટન, મેન્થા તેલમાં ૫૦ સોદાઓમાં રૂ. ૫.૫૧ કરોડનાં ૫૭.૨૪ ટન, કોટનમાં ૧૩૧ સોદાઓમાં રૂ. ૭.૧૪ કરોડનાં ૩૯૭૫ ગાંસડી અને કપાસમાં ૧૬૪ સોદાઓમાં રૂ. ૩.૮૪ કરોડનાં ૭૪૦ ટનના વેપાર થયા હતા.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૬ ખૂલી, ઊપરમાં રૂ. ૧૯૦ અને નીચામાં રૂ. ૧૫૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૮૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૬ ખૂલી, ઊપરમાં રૂ. ૫૬ અને નીચામાં રૂ. ૪૦.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૫૪.૫ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૪૧૮૨.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૪૧૮૨.૫ અને નીચામાં રૂ. ૪૦૦૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૧૪૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૩૯૯૧ ખૂલી, ઊપરમાં રૂ. ૩૯૯૧ અને નીચામાં રૂ. ૩૯૧૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૯૩૬ બંધ રહ્યો હતો.

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૧૫ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧.૦૪ ખૂલી, ઊપરમાં રૂ. ૧.૦૪ અને નીચામાં રૂ. ૧.૦૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧.૦૪ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૭.૯ ખૂલી, ઊપરમાં રૂ. ૪૨.૭ અને નીચામાં રૂ. ૧૭.૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૬.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૭ ખૂલી, ઊપરમાં રૂ. ૧૯.૮ અને નીચામાં રૂ. ૧૧.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૭.૭ બંધ રહ્યો હતો.