ડાયમંડનગર ગ્રામ પંચાયત દ્વારા કાલે ગુરૂવારથી 10 દિવસ આંશિક લોકડાઉન લાગુ કરાયું

 

મોરબી : મોરબી તાલુકાની ડાયમંડનગર ગ્રામ પંચાયત દ્વારા આવતીકાલે તા.17થી 27 સુધી એટલે કે 10 દિવસ માટે આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર ગામમાં પાનની દુકાન સવારે 7થી 9 તેમજ બપોરે 12થી 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. જ્યારે કરીયાણાની દુકાન સવારે 7થી 10 અને સાંજે 4થી 6 જ ખૂલ્લી રહેશે. ઉપરાંત પંચાયતે જાહેર કર્યું છે કે ગામમાં 4 વ્યક્તિઓને એકત્ર થવા ઉપર પ્રતિબંધ રહેશે.