મોરબીના મણીમદિર પાસે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા બાળકનું મોત

મોરબી : મોરબીના મણીમદિર પાસે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા બાળકનું કરુણ મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મણીમદિર પાસે આવેલી ઓરડીમાં રહેતા કિશન રાજુભાઇ કુંડીયા ઉ.વ.13 નામના બાળકને ગત રાત્રે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં આ બાળકનું મોત નીપજ્યું હતું.આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. મોરબી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate