મોરબી નજીક ટ્રક અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં ઘવાયેલી યુવતીનું સારવાર દરમ્યાન મોત

મોરબી : મોરબી નજીક ટ્રક અને રીક્ષા વચ્ચેના અકસ્માતમાં ઘવાયેલી યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૂળ રાજસ્થાનના અને હાલઅમદાવાદ શહેરમાં રહેતા પુષ્પાબેન સંજયભાઇ રાયએ આરોપી અજાણ્યો ટ્રક કન્ટેનરના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ,ગત તા.૧૭ ઓગસ્ટ ના રોજ માળીયા-મોરબી નેશનલ હાઇવે ઉપર નાગડાવાસ ગામાના પાટીયા પાસે અજાણ્યા ટ્રક કન્ટેનર જેવા વાહનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેફીકરયથી ગફલતભરી રીતે ચલાવી આગળ જતી સી.એન.જી રીક્ષાને પાછળના ભાગે ટકર મારી પલ્ટી ખવડાવી રીક્ષમા બેસેલ પેસેન્જરો પૈકી ફરીયાદીની નાની બહેન ધુલીબેન રમેશભાઇ બારોટ ઉ.વ ૧૮ ને ગીભર ઇજા થતાં અમદાવાદ સીવીલ હોસ્પિટલમા ચાલુ સારવાર દરમ્યાન તેણીનું ગત તા.૨૪ ઓગસ્ટના રોજ મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..

https://t.me/morbiupdate