મોરબી : ઘરમાં ઘુસી સગીરાની પજવણી કરીને બીભત્સ માંગણી કર્યાની ફરિયાદ

- text


એક શખ્સ સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબી શહેરમાં રહેતી સગીરા ઘરમાં એકલી હોવાથી એક શખ્સે તેણીના ઘરમાં ઘુસી સગીરાના શારીરિક અડપલાં કરીને બીભત્સ માંગણી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ શખ્સની હરકતથી ડરી ગયેલી સગીરાએ દેકારો કરી મુકતા આરોપી નાસી છૂટ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી શહેરમાં રહેતા એક દંપતી ગત તા.13 ના રોજ મસાલો વેચવાના ધંધાર્થે બહારગામ ગયા હતા. આથી, ઘરમાં તેની એક સગીર વયની પુત્રી એકલી હતી. એ દરમિયાન અજય મહાદેવ વિકાણીએ તેમના ઘરનું બારણું ખખડાવ્યું હતું. આથી, ઘરમાં એકલી રહેલી સગીરાએ ઘરનું બારણું ખોલતા આ શખ્સ ઘરમાં ઘુસી જઈને સગીરા પાસે બીભત્સ માંગણી કરી શારીરિક અડપલાં કરતા ઓચિંતા જ આવી હરક્તથી ડઘાઈ ગયેલી સગીરાએ દેકારો કરી મુકતા આ શખ્સ ઘરમાંથી ભાગી ગયો હતો. બાદમાં ઘરે આવેલા માતા-પિતાએ સગીરાએ આ બનાવની વાત કરતા આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text