મોરબીના જેતપર ગામે પાડોશીઓ વચ્ચેની મારમારીમાં વળતી ફરિયાદ નોંધાઈ

ઘર પાસે દીવાલ બનાવવાની બબાલમાં બન્ને પાડોશીઓ વચ્ચે થઈ હતી મારામારી

મોરબી : મોરબીના જેતપર ગામે ત્રણ દિવસ પહેલા ઘર પાસે દીવાલ બનાવવા મામલે બન્ને પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ બનાવમાં એક પાડોશીએ ફરિયાદ નોંધાવતા બાદ સામા પક્ષના પડોશીએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તાલુકા પોલીસે બન્ને પાડોશીઓની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલિસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જેતપર ગામે આવેલ સંધીવાસ મસ્જીદ શેરીમાં રહેતા અબ્દુલભાઇ નથુભાઇ કૈડા જાતે સંધી (ઉ.વ-૪૯) એ સામા પક્ષના આરોપીઓ લલીતભાઇ બાબુભાઇ ભોજવીયા, દિલીપભાઇ બાબુભાઇ ભોજવીયા, મગનભાઇ બાબુભાઇ ભોજવીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ગત તા-૧૨ના રોજ આરોપીનુ મકાન ફરીયાદીના પ્લોટ પાસે એક જ દિવાલે આવેલ હોય આ પ્લોટની બાજુમા આશરે દશેક ફુટ જેટલો જાહેર રસ્તો હોય જે રસ્તમા ફરીયાદીએ ટાઇલ્સ મુકી આશરે ચારેક ફુટ જેટલી ઉચી દિવાલ કરી બંધ કરી દિધેલ હોય આ બાબતે આરોપીઓને સારૂ નહી લાગતા ફરીયાદી તથા સાહેદો સાથે બોલાચાલી કરી ગાળો આપી ફરીયાદીને માથાના ભાગે લાકડાના ધોકો વડે ઇજા કરી હતી. તેમજ આરોપીઓએ ફરીયાદીના ડાબા પગના સાથળના ભાગે લાકડાના ધોકા વડે અને લોખડના પાઇપ વડે ફરીયાદીને ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની તાલુકા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate