મોરબીમાં પાણી ભરાવાને કારણે મોટાભાગના રસ્તાઓ ઉપર ટ્રાફિકજામ

 

મોરબી : મોરબીમાં આજે મેઘરાજાએ દે ધનાધન પોણા ચાર ઇંચ વરસાદ વરસાવતા થોડી જ વારમાં શહેર પાણી પાણી થઈ ગયું હતું. ત્યારે મુખ્ય રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને રામ ચોક, શનાળા રોડ સહિતના મુખ્ય રોડ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.