ટંકારામાં દોઢ ઇંચ અને બંગાવડીમાં ચાર ઇંચ વરસાદ

- text


 

સજ્જનપર(ઘુનડા) ગામ પાસેના વોકળામાં પાણી આવતા અનેક લોકો ફસાયા

ટંકારા : ટંકારાના બંગાવડી ગામે સાંબેલાધારે વરસાદ તૂટી પડયો હતો. અહીં 2 કલાકમાં 4 ઈચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ટંકારામાં દોઢ ઇંચ જ્યારે ગ્રામ્ય પંથકમાં 1 ઈચ થી લઈ 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

- text

બંગાવડી ગામમાં ખેતરો અને નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા હતા. રોડ રસ્તા પર વાહનો થંભી ગયા હતા. ભારે ગાજ વિજ સાથે ઢળતી સાંજે વરસાદ તુંટી પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટંકારા મામલતદાર કચેરીમાં સાંજના સમયે 37મિમી એટલે કે દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બંગાવડી ડેમના માપક સાધનમા 100 મિમી એટલે કે ચાર ઈંચ તો ડેમી 2 રાજાવડ ડેમ પર 40 મિમી એટલે કે દોઢ ઇંચ અને ડેમી 1મિતાણા ડેમ પર સામાન્ય વરસાદ નોંધાયો છે

વધુમાં સજ્જનપર(ઘુનડા) ગામ પાસેના વોકળામાં ભારે વરસાદના કારણે પાણી આવી ગયું હતું. જેથી શહેરથી કામ ધંધેથી પરત આવતા લોકો ફસાઈ ગયા હતા અને હાલ સુધી તેઓ પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા હતા.

- text