મોરબીની ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ બાળકને જન્મ આપ્યો

- text


 

બાળક શારીરિક રીતે નબળું હોવાથી રાજકોટ સિવિલમાં જયારે માતાને મોરબી સિવિલમાં ખસેડાઈ

મોરબી : મોરબીની ખાનગી હોસ્પિટલમાં આજે એક કોરોના પોઝિટિવ સગર્ભા મહિલાનું સિઝીરિયન કરવામાં આવ્યું હતું.હોસ્પિટલમાં તબીબની સાવચેતીને પગલે બાળકનો જન્મ થયો હતો.સિઝીરિયન બાદ માતા અને બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાથી બાળકના કોરોનાનું સેમ્પલ લેવામા આવ્યું હતું બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામા આવ્યું હતું. તો બીજી તરફ માતાને પણ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા.

- text

હળવદ પંથકની એક સગર્ભા મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા આજ રોજ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા પ્રસુતા મહિલાનો કોરોના રિપોર્ટ કરવામાં આવતા તે પોઝિટિવ આવ્યો હતો. જોકે હોસ્પિટલ તંત્રએ મહિલાની સ્થિતિ જોઈ સિઝીરિયન કરવાનો નિર્ણય લીધો હતો. હોસ્પિટલ સ્ટાફે પણ પૂરતી સુરક્ષા સાથે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. પ્રસૂતાને ઓપરેશન બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં નવજાત શિશુની શારીરિક રીતે નબળું જણાતાં તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યું હતું.તો માતાને પણ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.

- text