MCX વિક્લી રિપોર્ટ : સોનાના વાયદાના ભાવમાં રૂ. 1,032 અને ચાંદીમાં રૂ. 2,065નો ઉછાળો

- text


બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ, કપાસ અને કોટનમાં સુધારો, સીપીઓ અને મેન્થા તેલમાં નરમાઈનો માહોલ, ક્રૂડ તેલ લપસ્યું
એમસીએક્સ બુલડેક્સ ૫૧૬ પોઈન્ટની સાપ્તાહિક મૂવમેન્ટ સાથે ૧૬,૨૨૮ના સ્તરે

મુંબઈ : કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૪થી ૧૦ સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન કુલ રૂ.૧,૬૯,૮૨૨.૩૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદામાં રૂ.૧,૬૨,૮૮૧.૫૩ કરોડ, બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ફ્યુચર્સમાં રૂ.૧,૦૬૦.૩૨ કરોડ, ઓપ્શન્સ ઈન ગુડ્સમાં રૂ.૪૪.૯૩ કરોડ અને ઓપ્શન્સ ઓન ફ્યુચર્સમાં રૂ.૫,૮૩૫.૫૧ કરોડનાં કામકાજનો સમાવેશ થાય છે. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં ઉછાળો આવ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં રહ્યું હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ અને કોટનમાં સુધારા સામે સીપીઓ અને મેન્થા તેલમાં નરમાઈનો માહોલ હતો.

સપ્તાહ દરમિયાન કીમતી ધાતુનો ઈન્ડેક્સ એમસીએક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૫,૮૯૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં ૧૬,૨૭૧ અને નીચામાં ૧૫,૭૫૫ના મથાળે અથડાઈ, ૫૧૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૩૬૫ પોઈન્ટ વધી ૧૬,૨૨૮ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં ૧૦,૯૮૨ સોદાઓમાં કુલ રૂ.૧,૦૬૦.૩૨ કરોડનાં ૧૩,૨૫૦ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે ૩૭૨ લોટ્સના સ્તરે રહ્યો હતો.

સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૮૬૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૫૧,૮૫૧ અને નીચામાં રૂ.૫૦,૩૬૨ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૧,૦૩૨ (૨.૦૩ ટકા)ના ઉછાળા સાથે રૂ.૫૧,૭૭૪ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૧,૩૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭૩૩ (૧.૭૮ ટકા)ના ઉછાળા સાથે રૂ.૪૧,૯૫૮ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો સપ્ટેમ્બર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૧૬૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૯૨ (૧.૭૮ ટકા) વધી બંધમાં રૂ.૫,૨૫૨ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦,૮૯૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઊપરમાં રૂ.૫૧,૮૮૯ અને નીચામાં રૂ.૫૦,૪૫૩ સુધી જઈ સપ્તાહના અંતે રૂ.૧,૦૦૯ (૧.૯૯ ટકા)ના ભાવવધારા સાથે બંધમાં રૂ.૫૧,૮૩૨ના ભાવ થયા હતા.

- text

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૭,૧૦૨ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૯,૭૬૮ અને નીચામાં રૂ.૬૬,૧૫૫ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨,૦૬૫ (૩.૦૯ ટકા)ના ઉછાળા સાથે રૂ.૬૮,૯૯૧ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૭,૦૫૧ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨,૦૧૨ (૩.૦૧ ટકા)ના ઉછાળા સાથે રૂ.૬૮,૯૬૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૬૭,૦૦૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨,૦૨૨ (૩.૦૨ ટકા) વધી બંધમાં રૂ.૬૮,૯૬૮ના ભાવ થયા હતા.

બિનલોહ ધાતુઓમાં તાંબુ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૧૬.૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૮૫ (૦.૭૫ ટકા) વધી રૂ.૫૧૮.૯૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧,૧૧૮.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૮.૨૦ (૧.૬૪ ટકા) ઘટી બંધમાં રૂ.૧,૦૯૧.૭૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૧૪૪.૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૦.૦૫ (૦.૦૩ ટકા) સુધરી રૂ.૧૪૪.૮૫ના સ્તરે રહ્યો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.૧૫૨.૫૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫.૭૦ (૩.૭૪ ટકા) ઘટી રૂ.૧૪૬.૬૫ અને જસતનો સપ્ટેમ્બર વાયદો રૂ.૧૯૪.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬.૩૫ (૩.૨૮ ટકા) ઘટી રૂ.૧૮૭.૪૦ના સ્તરે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઈલનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૩,૦૧૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૩,૦૬૯ અને નીચામાં રૂ.૨,૬૭૨ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૨૭૯ (૯.૧૭ ટકા)ના ઘટાડા સાથે બંધમાં રૂ.૨,૭૬૫ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧૮૨.૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૮.૭૦ (૪.૭૮ ટકા) ઘટી રૂ.૧૭૩.૩૦૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૭,૬૧૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧૭,૭૨૦ સુધી અને નીચામાં રૂ.૧૭,૪૦૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૧૦ (૦.૦૬ ટકા)ના સુધારા સાથે રૂ.૧૭,૬૬૦ના સ્તરે બંધ થયો હતો.

કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૦૨૧.૫૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૧,૦૩૫.૫૦ અને નીચામાં રૂ.૧,૦૧૦.૫૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૮.૫૦ (૦.૮૩ ટકા) સુધરી રૂ.૧,૦૩૨.૫૦ના સ્તરે બંધ થયો હતો. ક્રૂડ પામતેલ (સીપીઓ)નો સપ્ટેમ્બર વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૭૬૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૩૦ (૦.૪૩ ટકા) ઘટી રૂ.૭૬૩ થયો હતો, જ્યારે મેન્થા તેલનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૯૮૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૯૮૩ અને નીચામાં રૂ.૯૪૦ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૧૩.૭૦ (૧.૪૦ ટકા) ઘટી બંધમાં રૂ.૯૬૭.૩૦ના ભાવે બંધ થયો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text