રાજ્યના 1.25 લાખ ખેડૂતોને રૂ. 400 કરોડની સહાય ચુકવાઇ

- text


એગ્રી સાયન્સ ન્યુઝ નેટવર્ક : રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થળોએ ગુરૂવારે એક સાથે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના તેમજ કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને સહાયનું વિતરણ થયુ. રાજ્યમાં 116000 હજાર કિસાનોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો તેમજ 8400 ખેડુતોને કિસાન પરિવહન યોજનાનો લાભ આપીને એક જ દિવસમાં રાજ્ય સરકારે 125000 ધરતીપુત્રોને રૂ. 400 કરોડની સહાય ચૂકવી છે.

સમગ્ર રાજ્યમાં આ અન્વયે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનામાં ખેડૂતને આવા ગોડાઉન સ્ટ્રકચર માટે ત્રીસ હજાર રૂપિયાની મહત્તમ સહાય સરકાર આપે છે. કિસાન પરિવહન યોજનામાં ખેડૂત પોતાના ઉત્પાદનો અન્ય બજારોમાં સરળતાએ પહોચાડી વધુ આવક રળી શકે તેવી નેમ રાખવામાં આવી છે. ખેડૂતને આ યોજનામાં વધુમાં વધુ રૂ.75 હજારની સહાય સરકાર નાના વાહન ખરીદવા આપે છે. આ સહાયના પરિણામ સ્વરૂપે આગામી ત્રણ મહિનામાં રાજ્યના ખેડૂતના પોતાના ગોડાઉનમાં 2.32 લાખ ટન અનાજની સંગ્રહશકિત વધશે તેમજ પાક બગાડ અટકાવી શકાશે. કિસાન પરિવહન સહાય યોજના તહેત ખેડૂત પોતાના નાના વાહન દ્વારા ખેત ઉત્પાદનો બજારમાં વેચીને આર્થિક સમૃદ્ધિ તરફ વળી શકશે.

- text

ખેડૂતો ખેતીલક્ષી માહિતીની આપ-લે કરી શકે એ માટે એગ્રીસાયન્સ દ્વારા ફેસબુક ઉપર ‘એગ્રીસાયન્સ ડાયરો’ ગ્રુપ શરૂ કરવામાં આવ્યુ છે. આ ગ્રુપમાં જોડાવા માટે અહીં આપેલ લીંક https://www.facebook.com/groups/agriscience/ ઉપર ક્લિક કરો. આ બાદ તમને આ ગ્રુપના હોમ પેઇજ ઉપર Join લખેલ એક બટન દેખાશે. આ બટન ઉપર ક્લિક કરવાથી આપની ગ્રુપમાં સામેલ થવાની રિકવેસ્ટ અમને મળશે. જે અમે સ્વિકારશુ ત્યાર બાદ આપ ગ્રુપમાં જોઇન થઇ જશો. આ ગ્રુપમાં આપ ખેતીને લગતી વિવિધ પોસ્ટ શેર કરી શકશો. આપને ખેતીને લગતી કોઇ સમસ્યા હોય તો પણ આ ગ્રુપમાં શેર કરજો. ગ્રુપમાં જઇન થયેલ કૃષિ નિષ્ણાતો તેમજ અનુભવી ખેડૂતો દ્વારા આપની સમસ્યાનો જવાબ આપવાનો પ્રયાસ થશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text