મોરબી : પેટ્રોલ-ડીઝલ, રોજિંદી ચીજવસ્તુઓમાં મોંઘવારીમાંથી રાહત આપવાની માંગ

- text


ઉધોગકારોને ગેસમાં રાહત આપવાની સાથે સામાન્ય પ્રજાને પણ કોરોના કાળમાં મોંઘવારીમાંથી રાહત આપવા સી.એમ.ને રજુઆત

મોરબી : હાલના કોરોના કાળમાં પેટ્રોલ-ડીઝલ અને રોજિંદી ચીજવસ્તુઓના ભાવો આસમાને આંબી જતા સામાન્ય અને મધ્યમવર્ગના લોકો બેહાલ થઈ ગયા છે. અતિશય મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમવર્ગના લોકો ભારે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ત્યારે મોરબીના કોંગી અગ્રણીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, જેવી રીતે તાજેતરના ઉધોગકારોને ગેસ બીલમાં રાહત આપી તે રીતે સામાન્ય વર્ગના લોકોને પેટ્રોલ-ડીઝલ, રોજિંદી ચીજવસ્તુઓમાં મોંઘવારીમાંથી રાહત આપવાની માંગ કરી છે.

મોરબીના કોંગી અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, તાજેતરમાં મોરબીના સીરામીક ઉધોગને રાજ્ય સરકારે ગેસ વપરાશના ભાવ વધારમાંથી રાહત આપી તે બાબત આવકારદાયક છે. પણ સરકારે ઉધોગોની સાથે સામાન્ય પ્રજાનું હિત પણ વિચારવું જોઇએ. એક બાજુ કોરોનાની મહામારીને કારણે લોકડાઉનમાં સૌથી વધુ સામાન્ય અને મધ્યમ વર્ગ હેરાન થયો હતો. ત્યારે પડતા ઉપર પાટુની જેમ કોરોના કાળમાં પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને આંબી રહ્યા છે અને રોજિંદી ચીજવસ્તુઓમાં સતત વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને ઘરના બે છેડા સાચવવામાં નાકે દમ આવી જાય છે. ખાસ કરીને મોંઘવારીના કારણે ગરીબ માણસો વધુ પીસાઈ રહ્યા છે. આથી ઉંધીગકારોને જેમ સામાન્ય પ્રજાને કારમી મોંઘવારીમાંથી રાહત આપવાની તેઓએ સરકાર સમક્ષ માંગ કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text