મોરબીમાં આરોગ્યની સર્વેલન્સ ટીમે શહેરી વિસ્તારમાં 28 હજાર ઘરનો સર્વે પૂર્ણ કર્યાનો દાવો

- text


દોઢ લાખ લોકોની આરોગ્યની પ્રાથમિક ચકાસણીનો દાવો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના મહામારી ખૂબ ઝડપથી પ્રસરી રહી છે. ખાસ કરીને મોરબી શહેર વિસ્તારમાં સંક્રમણ ઝડપ અન્ય તાલુકા કરતા વધુ છે. જિલ્લાના કુલ કેસ 1172 કરતા પણ વધુ કેસ થઇ ચુક્યા છે. જિલ્લામાં સરેરાશ 25 કેસ દૈનિક આવતા મોરબી જિલ્લા વહિવટી તંત્ર એકટિવ થયું છે. અને આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર મોરબી જિલ્લામાં હાલે સર્વેલન્સ ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

- text

મોરબી શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. ત્યારે કોરોનાના સંક્રમણને રોકવા માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરી વિસ્તારમાં ઘર-ઘર જઇને લોકોના આરોગ્યની તપાસણી કરી મોરબી શહેરમાં અત્યાર સુધી અંદાજે 28,000 જેટલા ઘરોમાં સર્વેની કામગીરી કરી અંદાજે દોઢ લાખ લોકોને રૂબરૂ મળીને સર્વેની કર્યાના હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આ કામગીરી દરમિયાન લોકોના આરોગ્યની તપાસણી કરી શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જે લોકોને પ્રાથમિક સારવારની જરૂર પડે છે તેને ધનવનંતરી રથ દ્વારા જરૂરી દવાઓ પણ પૂરી પાડવામાં આવે છે.જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન એરીયાની મુલાકાત લઇ અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ. તો આ કામગીરી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીપરાગ ભગદેવ અને જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા દ્વારા શહેરી વિસ્તારોમાં મુલાકાત લઇ કામગીરી અંગે ચકાસણી પણ કરવામાં આવી હતી.

 

- text