09 સપ્ટેમ્બર : સોનાના વાયદાના ભાવમાં રૂ.૪૨૪ અને ચાંદીમાં રૂ.૧,૦૫૦નો ઘટાડો: ક્રૂડ તેલમાં વૃદ્ધિ

સીપીઓમાં નરમાઈનો માહોલ: કપાસ, કોટન, મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારો: પ્રથમ સત્રમાં રૂ. ૧૩,૫૯૭.૬૩ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, બુલડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૩,૬૫૧ સોદામાં રૂ. ૧૩,૫૯૭.૬૩ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૪ અને ચાંદીનો વાયદો રૂ.૧,૦૫૦ ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં વૃદ્ધિ સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન અને મેન્થા તેલમાં સાર્વત્રિક સુધારા સામે ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો.

દરમિયાન, બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો ૧૬,૦૩૮ ખૂલી, ઊપરમાં ૧૬,૦૩૮ અને નીચામાં ૧૫,૯૨૦ બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે ૧૪૬ પોઈન્ટ ઘટી ૧૫,૯૪૩ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. બુલડેક્સ ફ્યુચર્સમાં ૧,૦૫૮ સોદાઓમાં કુલ રૂ.૧૧૦.૬૫ કરોડનાં ૧,૩૮૪ લોટ્સના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૫૫૭ લોટ્સના સ્તરે રહ્યો હતો. ઓપ્શન્સ ઈન ગૂડ્સમાં પ્રથમ સત્ર સુધીમાં રૂ.૬.૨૪ કરોડનાં કામકાજ થયાં હતાં.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૦૭૬૩૮ સોદાઓમાં રૂ. ૭૦૨૬.૮૮ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૧૧૬૫ ખૂલી, ઊપરમાં રૂ. ૫૧૨૩૧ અને નીચામાં રૂ. ૫૦૮૭૨ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૪૨૪ ઘટીને રૂ. ૫૦૯૨૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૦૯ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ. ૪૧૪૧૫ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ. ૫૧૮૨ થયા હતા, જ્યારે સોનું-મિની ઓક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૯ ઘટીને બંધમાં રૂ. ૫૧૦૨૪ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૬૮૦૫૬ ખૂલી, ઊપરમાં રૂ. ૬૮૧૮૬ અને નીચામાં રૂ. ૬૭૨૮૮ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦૫૦ ઘટીને રૂ. ૬૭૪૪૪ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ. ૯૯૧ ઘટીને રૂ. ૬૭૪૫૫ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ. ૯૬૪ ઘટીને રૂ. ૬૭૪૫૭ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૮૦૫૭૩ સોદાઓમાં રૂ. ૩૦૭૯.૫૭ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૨૬૯૮ ખૂલી, ઊપરમાં રૂ. ૨૭૬૯ અને નીચામાં રૂ. ૨૬૭૫ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૩ વધીને રૂ. ૨૭૩૮ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૦૧૦ સોદાઓમાં કુલ રૂ. ૧૧૦.૭૪ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ. ૧૭૪૬૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૫૨૦ અને નીચામાં રૂ. ૧૭૪૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૩૦ વધીને રૂ. ૧૭૫૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ. ૭૬૬.૪ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨.૯ ઘટીને બંધમાં રૂ. ૭૬૨.૫ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ. ૯૪૭.૨ ખૂલી, ઊપરમાં રૂ. ૯૫૬.૩ અને નીચામાં રૂ. ૯૪૬ રહી, અંતે રૂ. ૯૫૩.૨ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ. ૧૦૧૦.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૧૪ અને નીચામાં રૂ. ૧૦૧૦.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧.૫૦ વધીને રૂ. ૧૦૧૩ ના સ્તરે બંધ રહ્યો હતો.

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૦૫૯ સોદાઓમાં કુલ રૂ. ૩૭૮૯.૧૭ કરોડ ની કીમતનાં ૭૪૧૩.૬૨૬ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૮૬૫૭૯ સોદાઓમાં કુલ રૂ. ૩૨૩૭.૭૧ કરોડ ની કીમતનાં ૪૭૭.૬૬૨ ટન, ક્રૂડ તેલમાં ૨૯૮૭૫ સોદાઓમાં રૂ. ૧૨૩૫.૬૧ કરોડનાં ૪૫૨૭૧૦૦ બેરલ્સ, કોટનમાં ૪૦ સોદાઓમાં રૂ. ૧.૭૯ કરોડનાં ૧૦૨૫ ગાંસડી, સીપીઓમાં ૯૧૭ સોદાઓમાં રૂ. ૧૦૪.૦૪ કરોડનાં ૧૩૬૨૦ ટન, મેન્થા તેલમાં ૩૯ સોદાઓમાં રૂ. ૪.૬૩ કરોડનાં ૪૮.૬ ટન, કપાસમાં ૧૪ સોદાઓમાં રૂ. ૨૮.૩૫ લાખનાં ૫૬ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૩૬૭.૮૯૬ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૬૬.૫૮૯ ટન, ક્રૂડ તેલમાં ૪૮૪૯ બેરલ્સ, કોટનમાં ૨૨૧૦૦ ગાંસડી, સીપીઓમાં ૬૯૨૬૦ ટન, મેન્થા તેલમાં ૧૫૫.૫૨ ટન અને કપાસમાં ૩૨૦ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૪.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૩૭૪.૫ અને નીચામાં રૂ. ૨૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૭૨.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૯ ખૂલી, ઊપરમાં રૂ. ૨૩૨ અને નીચામાં રૂ. ૧૭૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૨૫ બંધ રહ્યો હતો.
ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૭૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૨૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ. ૨૭૦૦ અને નીચામાં રૂ. ૨૪૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૨૫૫૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ. ૧૬૫૦.૫ ખૂલી, ઊપરમાં રૂ. ૧૭૦૧ અને નીચામાં રૂ. ૧૫૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૬૩૧ બંધ રહ્યો હતો.
ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ. ૨૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૭૦ ખૂલી, ઊપરમાં રૂ. ૧૦૩ અને નીચામાં રૂ. ૬૨.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૮૮.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ. ૨૭૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ. ૧૪૮ ખૂલી, ઊપરમાં રૂ. ૧૪૮ અને નીચામાં રૂ. ૯૭.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ. ૧૦૯.૩ બંધ રહ્યો હતો.