મોરબી : ફળ-શાકભાજીના નાના વેપારીઓ માટે છત્રી, શેડકવર યોજના માટે અરજી મંગાવાઈ

- text


૧૫મી સુધીમાં ઓનલાઇન અરજી કરી પૂરાવા રજૂ કરવા સૂચના

મોરબી : રાજયભરમાં ફળ અને શાકભાજીનું છૂટક વેચાણ કરતા વિક્રેતાઓ માટે ગુજરાત સરકાર બાગાયત ખાતા દ્વારા અલગ અલગ યોજનાઓ ચલાવી રહી છે. આ યોજનાના ભાગરુપે નાના લારી દ્વારા વેચાણ કરતા વેપારીઓને વિનામુલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવા માટેની યોજના અમલમાં મુકી છે. કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યક્તિને આ યોજનાનો લાભ લઇ શકે છે. અને આ માટે અરજી માંગવામાં આવી છે. મોરબી જિલ્લામાં ફળ અને શાકભાજીના નાના વેચાણ કરતા નાના વેચાણકારોએ યોજનાનો લાભ લેવા માટે I khedut portal પર તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. અરજીની નકલ તથા જરૂરી પુરાવા જેવાકે રેશન કાર્ડ ની નકલ, આધરકાર્ડ ની નકલ તથા સંબંધીત ગ્રામ સેવકનો ફળ/શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરનાર હોવા અંગેનો દાખલો (ગ્રામ્યવિસ્તાર)અથવા ગુજરાત અર્બન લાઇવલીહૂડ મિશન દ્વારા ઇસયુ કરેલ અરજદારનું ઓળખપત્ર (શહેરી વિસ્તાર) સહિતની અરજી રૂબરૂ કે ટપાલથી તાત્કાલીક નાયબ બાગાયત નિયામક કચેરી, ૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી ના સરનામે મોકલી આપવા નાયબ બાગાયત નિયામકે જણાવ્યું છે.

- text