મોરબી : સર્વિસ રોડ પર નાખેલા પથ્થરે ભારે વાહનના ટાયરમાંથી છટકીને કારના કાચ તોડ્યા

- text


વરસાદમાં ધોવાયેલા માર્ગોનું યોગ્ય સમારકામ કરવાને બદલે માત્ર રોડ પર પથ્થરો નાખી દેવાતા વાહનોમાંથી ગોળીની જેમ છૂટતા પથ્થરો જોખમી બન્યા

મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પર નેશનલ હાઇવેના સર્વિસ રોડનું વરસાદમાં ધોવાણ થયા બાદ આ સર્વિસ રોડનું યોગ્ય સમારકામ કરવાના બદલે રોડ ઉપર માત્ર પથ્થરો નાખી દેવાતા જોખમી હાલત સર્જાઈ છે. જેમાં આ સર્વિસ રોડ ઉપર નખાયેલા પથ્થર એક ભારે વાહનના ટાયરમાંથી છટકીને ગોળીની જેમ વછૂટ્યો હતો. ભારે વાહનના ટાયરમાંથી ગોળીની.જેમ વછુટેલો પથ્થર રોડ પર બાજુમાં પાર્ક થયેલી કાર પર અથડાયો હતો. એ સાથે કારના કાચના ભુક્કા બોલી ગયા હતા.

મોરબીમાં થોડા દિવસો અગાઉ પડેલા ભારે વરસાદમાં મોટાભાગના માર્ગો ધોવાઈ ગયા હતા અને માર્ગો ખાડારાજમાં ફેરવાય ગયા છે. ઘણા માર્ગો પર એટલી હદે રોડ ખાડા પડ્યા છે કે સારો માર્ગ શોધ્યો જડે તેમ નથી. જેમાં મોરબી નજીક નેશનલ હાઇવેને જોડતા સર્વિસ રોડની પણ ભંગાર હાલત થઈ હતી. ખરાબ રોડથી લોકોમાં આક્રોશ ફેલાયા બાદ તંત્ર જાગ્યું હતું. પણ તંત્રએ રોડના સમારકામમાં રીતસર વેઠ ઉતારી હતી અને રોડનું યોગ્ય રિપેરીગ કરવાને બદલે ખાડાઓમાં માત્ર પથ્થરો નાખી દીધા હતા. પણ એનું જરાય પેચવર્ક કર્યું ન હતું. આથી, માર્ગો પર રહેલા પથ્થરો જોખમી બની રહ્યા છે. જેમાં સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર ખાડામાં પથ્થરો નાખી દેવાયા હતા. પરિણામે રોડ પર ખુલ્લા રહેલા પથ્થરો વાહનોમાંથી ગોળીની જેમ વછુટે છે. આજે આ સર્વિસ રોડ પરના પથ્થરો પર વાહન ચાલવાથી એક મસમોટો પથરર વાહનના ટાયરમાંથી છટક્યો હતો અને આ પથ્થર બાજુમાં પાર્ક કરેલી કારમાં અથડાતા કારના કચનો ભુક્કો બોલી ગયો હતો. સદનસીબે કારમાં કોઈ હતું નહીં. નહિતર ગંભીર ઇજા થવાની ભીતિ હતી. આ પથ્થરો જોખમી બની ગયા હોવાથી તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text