મોરબીના અવની મેઈન રોડ પર 10 દિવસથી ઉભરાતી ગટરની ગંદકી, સ્થાનિકોની પાલિકાને રજુઆત

અગાઉની રજુઆત બાદ પણ બુધવારે આવેલા સફાઈકર્મીઓ સફાઈ કર્યા વગર જતા રહ્યા, તંત્રની બેદરકારીના કારણે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર

મોરબી : મોરબીમાં ભારે વરસાદને પગલે ભૂગર્ભ ગટરની સમસ્યા વધુ વિકટ બની ગઈ છે. શહેરના પછાત વિસ્તારોની સાથે પોશ વિસ્તારો પણ ગટરની ગંદકીથી અસરગ્રસ્ત બન્યા છે ત્યારે મોરબીના અવની મેઈન રોડ પર 10 દિવસથી ઉભરાતી ભૂગર્ભની ગંદકીથી ત્રસ્ત સ્થાનિકોએ પાલિકાને રજુઆત કરી હતી અને અગાઉની રજુઆત બાદ પણ બુધવારે આવેલા સફાઈ કર્મીઓ સફાઈ કર્યા વગર જતા રહ્યા હોવાની તથા તંત્રની બેદરકારીના કારણે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

મોરબીના અવની ચોકડી પાસે આવેલ મયુર સોસાયટીમાં રહેતા કે. એમ. ઠોરિયાએ પાલિકાના ચીફ ઓફિસર અને કલેકટર તથા પૂર્વ ધારાસભ્ય મેરજાને આજે લેખિત રજુઆત કરી હતી કે અવની મેઈન રોડ ઉપર આવેલી ભૂગર્ભ ગટર છેલ્લા 10 દિવસથી ઉભરાઈ રહી છે. આ મેઈન રોડ ઉપર ગંદા પાણીનો વોકળો હોય, તે હદે પાણી ભરાયેલા રહે છે. જો કે આ ગંભીર બાબતે અગાઉની રજુઆત બાદ બુધવારે સફાઈકર્મીઓ ગટર સાફ કરવા આવ્યા હતા. પણ આ સ્ટાફ સફાઈ કર્યા વગર જ જતો રહ્યો હતો. જેથી, ગટરની ગંદકીએ માજા મૂકી છે અને લોકો ગંદા પાણીમાં ચાલવા મજુબર બન્યા છે. ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી રોડ ઉપર વહેતુ હોય આસપાસના રહીશોએ ઉપર રોગચાળાનું જોખમ ઉભું થયું છે. આથી, જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ સ્થળ ઉપર મુલાકાત લઈને ગટરની સમસ્યા ઉકેલવા માટે નક્કર કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate