ચંદ્રગઢ (લીલાપુર) ગામમાં વિદેશી દારૂની બોટલો સાથે એક ઝડપાયો

- text


આરોપી પોતાની વાડીએ ઇંગ્લિશ દારૂનો સંગ્રહ કરી વેચાણ કરતો હતો, વધુ એક શખ્સનું નામ ખૂલ્યું

હળવદ : ગત મોડી રાત્રીના હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપુર) ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીએ પોલીસે દરોડો પાડી ૧૬ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. સાથે જ આ વાડી માલિકનું નામ ખુલતા બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધી નામ ખુલેલ સખ્સને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

હળવદ તાલુકાના ચંદ્રગઢ (લીલાપુર) ગામની સીમ વિસ્તારમાં આવેલ માંડણભાઇ રામાભાઈ (રહે બુટવડા) પોતાના કબજામાં રહેલી વાડીએ ઇંગ્લિશ દારૂનો સંગ્રહ કરી વેપલો કરતો હોવાની બાતમી હળવદ પોલીસને મળી હતી. આથી, હળવદ પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના યોગેશદાન ગઢવી, દેવુ ઝાલા, મુમાભાઈ કલોત્રા, બીપીનભાઈ પરમાર સહિતના પોલીસ જવાનોએ ચંદ્રગઢ (લીલાપુર) ગામની સીમ વિસ્તારમાં હકીકત વાળી જગ્યા ઉપર રેડ કરતા ભારતીય બનાવટની પરપ્રાંતી અંગ્રેજી દારૂની ૧૬ બોટલ મળી આવી હતી. આથી, પોલીસે રૂપિયા ૪૮૦૦ના દારૂ સાથે શીવાભાઈ ગોવિંદભાઈ ખીંટ (રહે ભવાનીનગર, ઢોરો, હળવદ)ને બનાવ સ્થળેથી ઝડપી લીધો હતો. જ્યારે જે વાડીમાંથી દારૂ મળી આવ્યો છે. તે વાડી માલિક માંડણભાઇ રામાભાઈ (રહે. બુટવડા) હાજર ન મળી આવતા ઝડપાયેલ અને માંડળ વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બુટવડા ગામનો માંડણ લોકડાઉનના સમયમાં પણ વિદેશી દારૂ સાથે હળવદ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યારે આજે પણ તેની વાડીએથી દારૂ મળી આવતા તેના વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. જો કે હાલ તે પોલીસ ચોપડે ફરાર હોય. જેથી, પોલીસ દ્વારા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 

- text