મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરી આજથી ફરી ધમધમતી થઈ

મોરબી : મોરબીની સબ રજિસ્ટ્રારની કચેરી કે જ્યાં નાગરિકો જમીન-મકાન સબંધિત દસ્તાવેજોની નોંધણી સહિતની પ્રક્રિયા પુરી કરવા આવતા હોય છે. ત્યાં એક સબ રજીસ્ટ્રાર અને કોમ્યુટર ઓપરેટર કોરોના સંક્રમિત થતા ઉક્ત કચેરીની કામગીરી દ્વારા બંધ કરવામાં આવી હતી. જે સબ રજિસ્ટ્રાર આજથી ફરીથી શરુ કરી દેવામાં આવી છે. તેમજ બંને કોરોનાગ્રસ્ત કર્મચારીઓની જગ્યાએ અન્ય ચાર કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. આથી, દસ્તાવેજો સહિતની કામગીરી ચાલુ કરી દેવામાં આવતા કચેરી અરજદારોથી ધમધમી ઉઠી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate