‘આપ’ના ‘યુવા જોડો અભિયાન’માં મોરબીના અનેક યુવાનો જોડાયા

- text


એક મહિના સુધી ચાલશે યુવાનોને જોડવાનું અભિયાન

મોરબી : રાજ્યમાં વિધાન સભાની પેટા ચૂંટણી તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકિય પક્ષ સક્રિય થઇ રહ્યા છે. અને યુવા મતદારોને આકર્ષવા પોતાનું સદસ્યતા અભિયાન તેજ કરી રહ્યા છે. રાજ્યમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ સક્રિય રાજકારણમાં છે ત્યારે હવે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. તાજેતરના આમ આદમી પાર્ટીમાં પ્રદેશ ઉપાધ્યાક્ષ તરીકે ગોપાલ ઇટાલિયાની નિમણુંક થયા બાદ પક્ષ દ્વારા યુવાનોને જોડવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

- text

આ અભિયાનના ભાગ રૂપે આજ રોજ મોરબીમાં ગોપાલ ઇટાલિયાની આગેવાનીમાં ‘યુવા જોડો અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનના પ્રથમ દિવસે 84 નવ યુવાનો સાથે જોડાયા હોવાના પક્ષના આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. આ તકે આપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પોફેસર કિશોરભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ગોપાલ ઇટાલિયા તેમજ સંગઠન મંત્રી અજિતભાઈ લોખીલ ઉપસ્થિત રહ્યા હતા. આગામી તમામ ચૂંટણીઓ લડવા માટેની ત્યારીઓ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમ જિલ્લા પ્રભારી ભરત બારોટ, જિલ્લા પ્રમુખ એ. કે. પટેલ તેમજ શહેર પ્રમુખ મહેશ રાજ્યગુરુ મોરબી શહેર મહામંત્રી પરેશ પારીઆ સહિતના હાજર રહ્યા હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text